આદિત્યણા ગામે નવાપરામાંથી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પડતી પોરબંદર એલસીબી
રહેણાંક મકાનમાંથી જુગારના સાહિત્ય સાથે રૂ.૭૨૮૫૦ ના મુદામાલ પાંચેયને પકડી પાડી રાણાવાવ પોસ્ટે.ગુન્હો રજીસ્ટર કરેલ છે
ગોસા(ઘેડ)તા.૧૭/૦૩/૨૦૨
પોરબંદર એલ.સી.બી.એ રાણાવાવ તાલુકા આદિત્યાણા ગામે નવાપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જુગાર દરોડો પડતા મકાન માલિક સહિત પાંચ શખ્સોને જુગાર રમતા એલ.સી.બી.એ પકડી પાડી ધોરણસર ની કાર્યવાહી કરેલ છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસઅધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં ગેર દારૂ/જુગારની કાયદેસર પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય જેના અનુસંધાને એલ.સી.બી.ઈન્સા.પો. ઈન્સ. આર. કે.કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફ ના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અગાઉથી એ.એસ.આઇ. બટુક ભાઈ વિંઝુડા તથા મુકેશભાઈ માવદીયા હકીકત મળેલ કે રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના નવાપરા વેકુરડી વિસ્તાર માં રહેતા રાણા રામાભાઈ દાસા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસોનેબોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતા પાના પૈસા વડે રોન પોલીસ નામનો હરજીતનો જુગાર રમાડે છે.
ત્યારે હક્કીક્ત વાળી જગ્યાએ આજ રોજ વેરીફાઈ કરતા જુગાર ચાલુ હોય જેથી બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા મકાન માલિક રાણા રામાભાઈ દાસા ઉ.વ. ૩૦ રહે આદિત્યાણા ગામ નવાપરા વેકુરડી વિસ્તાર તથા બાલુ રાજશીભાઈ ખૂંટી ઉ.વ. ૩૯,રહે.આદિત્યાણા ગામ દાદર સીમ, શિવ હોટલ પાસે બસ તા.રાણાવાવ જી. પોરબંદર, સામત દુદાભાઈ ખૂંટી ઉ.વ. ૪૦, તથા વૈદે આતીયાભાઈ ઉ.વ.૪૦ રહે. બંને બખરલા ગામ સોસાયટી વિસ્તાર તા. જી. પોરબંદર અને ભીમા સવાભાઈ ઓડેદરા
ઉ.વ. ૫૭,રહે. આદિત્યાણા ગામ નવાપરા વેકુરડી વિસ્તાર તા.રાણાવાવ જી. પોરબંદર
વાળા ને ગંજીપતાના પાના નંગ.-૫૨ તથા રોકડા રૂ.૭૨૮૫૦ના મુદ્દામાલ સાથે પાંચેય ઇસમોને પકડી પાડી જુગાર ધારાનો ગણના પાત્ર કેશ સુધી કાઢેલ છે. અનેરાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ માં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયા તથા એ.એસ.આઇ. બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોશી, રણજીતસિંહ દયાતર,ગોવિંદભાઈ મકવાણાતથા મુકેશભાઈ માવદીયા હેડ કોસ્ટેબલ ઉદયભાઈ વરૂ,સલીમ
ભાઈ પઠાણ,ઉપેન્દ્ર સિંહ જાડેજા,હિમાંશુ ભાઈ મકકા,કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણ ભાઈ ઓડેદરા,જીતુભાઈ દાસા તથા વુમન હેડ કોસ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવર ભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજય ભાઈ ચૌહાણ વગેરે રોકાયા હતા
રિપોર્ટર વિરમભાઈ કે.આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
