દુબઈથી આવેલી રાજકોટની મહિલા પાસેથી 34.73 લાખનું સોનું ઝડપાયું, પેસ્ટ બનાવી લેગિંગ્સમાં છૂપાવ્યું - At This Time

દુબઈથી આવેલી રાજકોટની મહિલા પાસેથી 34.73 લાખનું સોનું ઝડપાયું, પેસ્ટ બનાવી લેગિંગ્સમાં છૂપાવ્યું


અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના કિસ્સા ઉત્તરોત્તર વધતાં જાય છે. સમયાંતરે દાણચોરીનું સોનું લઇને આવતાં મુસાફરો ઝડપાતાં જાય છે. સોમવારે અબુધાબીથી જીન્સમાં છૂપાવીને લવાયેલું 2.76 કરોડનું સોનું અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપાયું હતું. ત્યાં વળી આજે 25 માર્ચના રોજ એક મહિલાના લેગિંગ્સમાં છૂપાવીને લાવવામાં આવેલું 34.73 લાખની કિંમતનું 383 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આમ સોનાની કિંમતમાં વધારો થતાં દાણચોરીનું સોનું રોજબરોજ પકડાઇ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image