બાલાજી મિત્ર મંડળના હિતેશભાઈ ખખ્ખર (બાલાજી)ના લગ્નની ૨૬ મી વર્ષગાંઠ પર મહારક્તદાન કેમ્પ યોજાશે
બાલાજી મિત્ર મંડળના હિતેશભાઈ ખખ્ખર (બાલાજી)ના લગ્નની ૨૬ મી વર્ષગાંઠ પર મહારક્તદાન કેમ્પ યોજાશે
રાજકોટ બાલાજી મિત્ર મંડળના હિતેશભાઈ ખખ્ખર (બાલાજી)ના લગ્નની ૨૬મી વર્ષગાંઠ પર
માનવસેવા,જીવદયા તેમજ શાકાહારના પણ પ્રચાર-પ્રસારનું નું સુંદર આયોજન ગુણાતીતનગર-૯ નો ખૂણો,એચ.ડી.એફ.સી.બેંકની પાછળની શેરી,કૃષ્ણનગર મેઈન રોડ,રાજકોટ ખાતે જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રકતદાન શિબિરનું આયોજન થેલેસેમીયા પીડીત બાળકોના જીવન બચાવવાની અમૂલ્ય તક
જીવદયા પ્રેમી તેમજ સામાજીક કાર્યકર બાલાજી મિત્ર મંડળના પ્રમુખ,રઘુવંશી અગ્રણી હિતેશભાઈ ખખ્ખર (બાલાજી)ની ૨૬ મી લગ્ન વર્ષગાંઠ સેવામય ઉજવણી કરી રહ્યાં છે. હાલ ઉનાળાની ગરમીનાં સમયમાં રક્તની જરૂરીયાત ઉભી થઈ છે. સીવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને અને રકતદાન કરી અમુલ્ય માનવ જિંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે.રાજકોટની સિવિલ હોસ્પિટલ,બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના બ્લડ ગ્રુપની જરૂરીયાત છે. સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે ગુણાતીતનગર-૯ નો ખૂણો, એચ.ડી.એફ.સી. બેંકની પાછળની શેરી, કૃષ્ણનગર મેઈન રોડ રાજકોટ ખાતે તા.૧૨/૦૫/૨૦૨૪ રવિવારનાં રોજ સાંજે ૮-૦૦ થી રાત્રે ૧૨-૦૦ વાગ્યા સુધી બડા બજરંગ કાઉન્ડેશન તેમજ સિવિલ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ સાથમાં જ શાકાહારના પણ પ્રચાર-પ્રસારનું પણ આયોજન કરવામાં આવ્યું છે રકતદાન કરી માનવ જીજીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે. સંસ્થાઓ સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપના સ્થળેથી રકતદાન સ્વીકારવા આવશે,નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે,સમગ્ર આયોજન અંગે મીત ખખ્ખર, હિતેશભાઈ ખખ્ખર, તેમજ બાલાજી મિત્ર મંડળની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે સંપર્ક મીત હિતેશભાઈ ખખ્ખર (મો.84880 11110) કરવા યાદીમાં જણાવાયુ છે "રકતદાન જીવનદાન"
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.