બોટાદ જિલ્લાના અલાઉ ગામ ખાતે સરકારી માધ્યમિક શાળામા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે - At This Time

બોટાદ જિલ્લાના અલાઉ ગામ ખાતે સરકારી માધ્યમિક શાળામા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે


(અજય ચૌહાણ)
ગુજરાત સરકારના રમત-ગમત,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બોટાદ દ્વારા રાણપુરના સર્વે કલાપ્રેમીઓ માટે તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા - ૨૦૨૪/૨૫ નું આયોજન અલાઉ ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે કરવામાં આવનાર છે, જેમાં કુલ ૦૪ વયજૂથ અનુક્રમે ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ , ૨૧ થી ૫૯ વર્ષ તેમજ ૬૦ વર્ષથી ઉપરના માટે વક્તૃત્વ, નિબંધલેખન, ચિત્રકલા, ભરતનાટ્ય, એકપાત્રિય અભિનય , રાસ, ગરબા, સુગમસંગીત, લગ્નગીત વગેરે કુલ ૧૪ સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તારીખ - ૨૨/૧૨/૨૦૨૪ સુધીમાં અલાઉ માઘ્યમિક શાળા ખાતે નિયત નમૂનામાં ફોર્મ જમા કરાવવું. તાલુકા મહાકુંભનું વિગતવાર ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન, A/S - ૧૩ ખસ રોડ, બોટાદ ખાતેથી તેમજ અલાઉ માઘ્યમિક શાળાથી મેળવી શકાશે.આ તમામ સ્પર્ધાઓમાં વધુમાં વધુ સ્પર્ધકો ભાગ લે, તેવું ધવલભાઇ એ. ખાંડેકા કન્વીનર, રાણપુર દ્વારા જણાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.