રાજકોટમાં સોમનાથ સોસાયટીમાં શ્રીરામ ડેરી ફાર્મમાંથી 20 કિલો વાસી મીઠાઈ અને મલાઈ મળી
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સોમનાથ સોસાયટી 3ની શેરી નંબર 1માં આવેલા શ્રી રામ ડેરી ફાર્મમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સંગ્રહ કરેલ 20 કિલો વાસી મીઠાઇ અને વાસી મલાઈ મળી આવી હતી. આ જથ્થો માનવ આહાર માટે અયોગ્ય હોય તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીમાં હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.