જાલમપુરા (આંબલીયારા)ગામનો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં. - At This Time

જાલમપુરા (આંબલીયારા)ગામનો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં.


અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામા આવેલ જાલમપુરા (આંબલીયારા)ગામનો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં. ગામ લોકો છેલ્લા ત્રણ વર્ષથી રસ્તાને લઈને ખૂબ જ પરેશાન. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગુજરાતના કેટલાય ગામડાઓને પાકા રસ્તાઓ થી જોડવામાં આવ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનું આ ગામ છેલ્લા ત્રણ વર્ષથી તુંટેલા ફૂટેલા રસ્તાથી પરેશાન છે. ગામમાંથી મુખ્ય સડક માર્ગે આવવા માટે આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઉબડ ખાબડ રસ્તા પરથી વાહન પસાર થાય ત્યારે ખૂબ જ ધૂળની ડમરીઓ ઉડે છે જેનાથી સામે કંઈ જ દેખાતું નથી જેથી અકસ્માતનો પણ ભય રહે છે. સત્વરે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. જો સત્વરે આ રસ્તો બનાવવામાં આવશે નહીં તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરતા પણ ખચકાશે નહીં તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.