વાણિજ્યક કારકિર્દી ઘડત્તરમાં ઉઘડતી ક્ષિતીજો વિષયે વ્યાખ્યાન યોજાયુ" - At This Time

વાણિજ્યક કારકિર્દી ઘડત્તરમાં ઉઘડતી ક્ષિતીજો વિષયે વ્યાખ્યાન યોજાયુ”


"વાણિજ્યક કારકિર્દી ઘડત્તરમાં ઉઘડતી ક્ષિતીજો વિષયે વ્યાખ્યાન યોજાયુ"જૂનાગઢ તા.૦૯, સોરાષ્ટ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી સંલગ્ન મહિલા આર્ટસ, કોમર્સ, બી.બી.એ. અને સાયન્સ કોલેજ ખાતે “Unlocking Opportunities: The Future of Commerce Career” વિષય પર એક દિવસીય વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતુ. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હાર્દિક ભટ્ટના સહકારથી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કોમર્સ ભવનના સહાયક પ્રાધ્યાપક ડૉ. દિનેશ ચાવડા દ્વારા “Unlocking Opportunities: The Future of Commerce Career” વિષય પર એક દિવસીય નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડૉ. દિનેશ ચાવડાએ કોમર્સ ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો, વૈશ્વિક અર્થતંત્રના બદલાતા પરિપ્રેક્ષ્ય અને ટેકનોલોજીની અસર અંગે વિસ્તારપૂર્વક ચર્ચા સાથે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. ડો. ચાવડાએ યુવા પેઢીને ભવિષ્યની મહત્વની તકો માટે તૈયાર રહેવા અને નુતન વિચારસરણી અને નવાચારથી પોતાની કારકિર્દીનું નિર્માણ કરવા માટે પ્રેરિત કર્યા હતા.. વ્યાખ્યાન દરમિયાન, ડો. ચાવડાએ વિદ્યાર્થીઓને એવા કાર્યક્ષેત્રોની ઓળખ કરાવવા પ્રોત્સાહિત કરી જણાવ્યુ કે જ્યાં તેમના નૈતિક મૂલ્યો અને ટેકનિકલ કુશળતા સાથે વિશેષ યોગદાન આપી શકાય તેવી કારકિર્દી માટે યોગ્ય પ્લાનિંગ અને સતત સશક્ત બનવાની વૃત્તિને પણ ખાસ જોર આપવુ જોઇએ. જ્ઞાનપ્રદ અને પ્રેરણાત્મક વ્યાખ્યાન ભવિષ્યમાં કારકિર્દી ઘડત્તર માટે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શક નીવડશે અને કારકિર્દી ઘડવા ઈચ્છુક વિધાર્થીઓના આત્મવિશ્વાસ વધારશે, વ્યાખ્યાન યુવાઓને માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાત્મક બની રહ્યુ હતુ. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હાર્દિક ભટ્ટએ પણ પ્રવચનને મહત્વ આપતા જણાવ્યું કે વિધાર્થીનીઓની પોતાની કારકિર્દી નવી ઉંચાઈઓ સર કરવા માટે આવા વક્તવ્ય ખુબ જ મહત્વ ના રહે છે, કાર્યક્રમનું સંચાલન સોરાષ્ટ એજ્યુકેશન ટ્રસ્ટ મહિલા કોલેજના કોમર્સ વિભાગના સહાયક પ્રાધ્યાપક ડો. સુવા હર્ષિતાબેને અને કોમર્સ વિભાગના અધ્યક્ષ શ્રી નરેશભાઈ હડિયાએ સંભાળ્યુ હતુ. વ્યાખ્યાનમાળાને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ અસ્વિન પટેલ જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.