7મીએ પરિપત્ર કર્યો કે 8 દી’ પછી યુવક મહોત્સવ, વિદ્યાર્થીઓએ કહ્યું, ટૂંકા ગાળામાં તૈયારી મુશ્કેલ
શિક્ષણમંત્રી 16મીએ આવતા હોય તાબડતોબ યુવક મહોત્સવનું આયોજન
આડેધડ કરાતા નિર્ણયોને કારણે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અવારનવાર વિવાદ થઇ રહ્યાં છે ત્યારે તાજેતરમાં જ માત્ર 8 દિવસના ટૂંકાગાળામાં જ યુવક મહોત્સવનું આયોજન કરી નખાતા કોલેજ સંચાલકો અને સ્પર્ધકોમાં પણ કચવાટ ફેલાયો છે. યુનિવર્સિટીએ 7મીએ સંલગ્ન તમામ કોલેજો માટે પરિપત્ર બહાર પાડ્યો જેમાં 8 દિવસ પછી એટલે કે 16મી સપ્ટેમ્બરે યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. અગાઉ બે-બે મહિના અગાઉ યુવક મહોત્સવની તારીખ જાહેર થતી જેથી વિદ્યાર્થીઓને જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેની તૈયારી કરવા માટે પૂરતો સમય મળી શકે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.