અરવલ્લી જિલ્લામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આજના કાર્યક્રમના થીમ મુજબ શ્રી મમતાબેન મકવાણા દ્વારા દીકરીઓની આરોગ્ય બાબતની જાણકારી આપવામાં આવી જેમાં દીકરીઓએ ભોજન આહાર માં શું લેવું શું ના લેવું તેની જાણકારી આપી તેમજ સમયની સાથે દીકરીઓમાં શારીરિક બદલાવ અને તેની સામે કઈ બાબતોનો ધ્યાન આપવો તેની જાણકારી આપી તેમજ જિલ્લા માહિતી વિભાગ દ્વારા ગુજરાત સરકારશ્રી તરફથી આપવામાં આવતી યોજનાકીય માહિતી આપીને દીકરીઓ કેવી રીતે પોતાના જીવનમાં આગળ આવી શકે તેની જાણકારી આપી તેમજ અકરમભાઈ શેખ - જેંડર સ્પેશિયાલિસ્ટ જિલ્લા મહિલા બાળ કચેરી દ્વારા દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકી દીકરીઓ વધુ શિક્ષણ હાસિલ કરે અને આગળ વધે તેની જાણકારી આપી ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા ચાલતા યુનિટો જેવાકે ૧૮૧ અભયમ ના ભાવિકાબેન વણકર અને કોન્સ્ટેબલ જ્યોતિકાબેન,pbsc ના નીરૂબેન પરમાર દ્વારા પોતાના કાર્યક્ષેત્ર ની માહિતી આપી. કાર્યક્રમમાં જિલ્લા મહિલા બાળ કચેરી દ્વારા દીકરીઓને પ્રતિકાર ફિલ્મ પણ બતાવવામાં આવી જેમા કામકાજના સ્થળે જાતીય સતામણી થીમ પર હતી તેમજ કાર્યક્રમના અંતમાં શ્રી જયેન્દ્રભાઈ પટેલ પ્રિન્સિપાલ શેઠ જે.એમ.તન્ના વિદ્યાલય દ્વારા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષકો સ્ટાફ દ્વારા ખૂબ મદદરૂપ થઈ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ નારી વંદન સપ્તાહ ઉજવણી અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી ભાગરૂપે શેઠ જે.એમ.તન્ના વિદ્યાલય,રામનગર તા ભિલોડા ખાતે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ઉપસ્થિત મહેમાનોમાં ૧૮૧ અભયમ ના ભાવિકાબેન વણકર તેમજ જયંતિબેન ખોખર - પોલીસ કોન્સ્ટેબલ ,PBSC - નીરૂબેન પરમાર ,જિલ્લા માહિતી વિભાગ અરવલ્લી,શ્રી અકરમભાઈ શેખ - જેંડર સ્પેશીયાલીસ્ટ જિલ્લા મહિલા અને બાળ કચેરી,ફોરમ બેન દરજી - ફિલ્ડ ઓફિસર - જિલ્લા મહિલા બાળ કચેરી, શ્રી મમતાબેન મકવાણા - એડોલેશન કાઉન્સેલર ઉપસ્થિત રહ્યા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.