તલાટીની પરીક્ષાને લઇને મહીસાગર જિલ્લામાં સુચારુ આયોજન
આગામી 7 મેં યોજાનાર તલાટી પરીક્ષા માટે મહીસાગર મહાકાલ સેના અને લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા રાજપૂત સમાજ વાડી લુણાવાડા ખાતે ઉમેદવારોને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી
સમગ્ર ગુજરાતમાં આગામી તારીખ 7 મે 2023ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રીની ભરતી માટે પરીક્ષા યોજાનાર છે ત્યારે તંત્ર દ્વારા પણ તેને લઈને સુચારુ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષા આપવા પરીક્ષાર્થીઓ પોતાના જિલ્લા માંથી અલગ અલગ જિલ્લામાં જનાર છે તેવામાં તેને લઈને તંત્રની સાથે સામાજિક સંસ્થાઓ આગળ આવીને વ્યવસ્થા માટેના આયોજનો કર્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં જિલ્લા પોલીસના માર્ગ દર્શન હેઠળ વિવિધ પોલીસ સ્ટેશન ખાતે પરીક્ષાર્થીઓની મદદ કરવામાં આવનાર છે તેવામાં લુણાવાડા ટાઉન પોલીસ અને મહાકાલ સેના મહીસાગર દ્વારા પરિક્ષાર્થીએને રહેવા અને જમવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે બહારના જિલ્લા માંથી લુણાવાડા ખાતે પરીક્ષા આપવા આવનાર ઉમેદવારો લુણાવાડા કોટેજ ચાર રસ્તા ખાતે આવેલ રાજપૂત સમાજ વાડી ખાતે રહી શકશે અને ત્યાં રહેવા અને જમવા ની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા 350 થી 400 ઉમેદવારો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના કોઈપણ જિલ્લામાંથી પરીક્ષા આપવા માટે આવતા પરિક્ષાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને આ રજીસ્ટેશન કરવા માટે મહાકાલ સેના અને લુણાવાડા ટાઉન પોલસી દ્વારા દ્વારા મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
● *રહેવા જમવાની વ્યવસ્થા માટે મોબાઈલ નંબર જાહેર કરાયા*
જયદીપસિંહ સોલંકી - 9023374974
દિલીપસિંહ સિસોદિયા - 9586133515
ભવદીપસિંહ સીસોદીયા પોલીસ - 9313515465
નાથુભાઈ ભરવાડ પોલીસ - 9510575857
કીર્તિપાલસિંહ રણા - 8849581177
લુણાવાડા ટાઉન પોલીસ ઈસ્પેક્ટર ધેનુ ઠાકરે જણાવ્યું હતું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તારીખ 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાનાર હોય જે અન્વયે હસમુખ પટેલ દ્વારા તમામ સેવાભાવી સંસ્થાનો તથા પોલીસને ઉમેદવારોને બનતી મદદ કરવા માટે સૂચના કરેલ જે મુજબ મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ થતા ડી વાયએસપી પી.એસ.વળવી દ્વારા તમામ પોલીસ સ્ટેશન તથા સામાજિક સંસ્થાઓને મદદ કરવા માટે અપીલ કરેલ જે અન્વયે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા મહાકાલ સેના મહીસાગર સાથે મીટીંગ કરી ઉમેદવારોને રહેવા અને જમવાની વ્યવસ્થા લુણાવાડા કોટેજ ચોકડી રાજપૂત સમાજની વાડી ખાતે કરવામાં આવેલ છે.
સમગ્ર વ્યવસ્થા અંગે મહાકાલ સેના મહીસાગરના દિગપાલસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે, આગામી 7 મેં રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં તલાટીની પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે 8 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે ત્યારે તે ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર મહીસાગર ફાળવેલુ હોય તેવા પરિક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ના પડે રહેવાની ખાવાની અને પરીક્ષા કેન્દ્ર સુધી જાવા માટે માર્ગદર્શ સુધીની સુવિધા મહાકાલ સેના ગુજરાત અને લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવી છે તો આ પરીક્ષાર્થીઓને અમે અપીલ કરીયે છીએ કે તમે આ સેવાનો મહત્તમ લાભ લો અને આપ તલાટીની પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાવ તેવી શુભેચ્છાઓ અને મહાકાલ દાદાને પ્રાર્થના તેએઓ તેવું જણાવતા મહીસાગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપનાર ઉમેદવારોને જાહેર કરેલ નંબર પર સંપર્ક કરી લાભ લેવા જણાવાયું છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.