ગઢડાનાં લિંબાળી ગામના ખેડૂતેએ પાકમાં ભારે નુકસાન થતાં સરકાર પાસે વળતરની કરી માંગ - At This Time

ગઢડાનાં લિંબાળી ગામના ખેડૂતેએ પાકમાં ભારે નુકસાન થતાં સરકાર પાસે વળતરની કરી માંગ


ગઢડાનાં લિંબાળી ગામના ખેડૂતે કપાસ,પપૈયા,શેરડી,મગફળીના પાકમાં ભારે નુક્સાન થતાં સરકારને વળતરની કરી માંગ.સમગ્ર બોટાદ જિલ્લામાં થોડા દિવસ પૂર્વે માવઠું થયુ હતું જેને લઈ ખેડુતોને રાતા પાણી યે રોવડાવ્યા હતાં.ખેડુતોને કપાસ સહિતનાં વિવિધ પાકોમાં ભારે નુકશાન થવા પામ્યું હતું જાણે કે આખા વર્ષની કમાણી પર પાણી ફરી વળ્યુ હોઈ તેવી વ્યથા ઓ વ્યક્ત કરવામાં આવી હતી.એકંદરે મગફળી અને કપાસમાં ૭૦ ટકા જેટલું નુકશાન થયુ હતું કપાસમાં ભેજ અને પલળી ગયેલ હોવાથી ભાવ પણ સારો આવતો નથી.તદઉપરાંત ખેડુતો એ જણાવ્યું છે,કે ખેડુતોને નુકશાન થયુ તે સામે વળતર નય ચૂકવવામાં આવે તો ૨૦૨૪ની ચૂંટણી ખૂબ નજીક છે.સરકાર પોતાની ખુરશી ખાલી કરીને ઘરે બેશી રહે તેવી આક્રોશ ભરી ખેડુતોની ચિમકી ઉચ્ચારી છે.

રિપોર્ટ: સંજના મકવાણા, ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.