ગ્રીલ સરખી કરતી વખતે ચોથા માળેથી પટકાતાં વૃધ્ધ લલિતભાઇ પરમારનું મોત
કોઠારીયા રોડ પર રેઇનબો સોસાયટી નજીક આવેલી કવિ કલાપી આવાસ ટાઉનશીપમાં ચોથા માળેથી પડી જતાં લુહાર વૃધ્ધનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું.
લલીતભાઇ કરસનભાઇ પરમાર (ઉ.વ.૭૨) સાંથે પોતાના ઘરે ચોથા માળે બાલ્કનીમાં આવેલી ગ્રીલનો એક તરફનો ખુંટો નીકળી ગયો હોઇ તે સરખો કરતાં હતાં ત્યારે બેલેન્સ ગુમાવતાં નીચે પટકાતાં ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. લલીતભાઇને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેઓ નિવૃત જીવન જીવતાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.