મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચનો એક દિવસીય પ્રવાસ યોજાયો. - At This Time

મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચનો એક દિવસીય પ્રવાસ યોજાયો.


મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચ દ્વારા એક દિવસ નો પ્રવાસ વનવગડો વોટરપાર્ક એન્ડ રિસોર્ટ પાંડરવાળા ખાતે યોજાયો હતો જેમાં મોડાસામાં વસતા 70 જેટલા જ્ઞાતિ જનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
સૌ જ્ઞાતિજનોએ આ પ્રવાસને આનંદ અને ઉત્સાહથી માણ્યો હતો અને દીર્ઘ સમય માટે ની યાદગીરી મેળવી હતી પ્રવાસમાં જોડાયેલ વડીલો, મિત્રો, બહેનો તેમજ બાળકો સ્વાદિષ્ટ ભોજન ના આનંદ સાથે રિસોર્ટમાં મન મૂકીને રમતો રમ્યા હતા. ડાન્સ- ગરબા, સ્વિમિંગ પૂલ, વોલીબોલ તથા અન્ય એક્ટિવિટી અને વિવિધ રમતોની સાથે સાથે વોટરફોલ ની પણ મજા માણી હતી. રમતોમાં વિજેતાને સમાજના વડીલો દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રવાસમાં જોડાનાર સૌ વડીલો તથા જ્ઞાતિજનોએ પ્રમુખશ્રી ચિરાગ શાહ તથા તેમની હોદ્દેદારો ની ટીમ ને સુંદર આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image