મનપા દ્વારા 24 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો, 5 સ્થળેથી નમૂના લેવાયા
નંદનવન 40 ફૂટ રોડ વિસ્તારમાં 49 સ્થળેથી છાપરાંના દબાણ હટાવાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના નંદનવન 40 ફૂટ રોડ ઉપર મનપાની અલગ અલગ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ફૂડ શાખા દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતા 22 વેપારીને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી.
આ દરમિયાન રાધે સુપર માર્કેટ પેઢીમાં સંગ્રહ કરેલા એક્સપાયરી થયેલી બેકરી પ્રોડક્ટ્સ, બેવરેજિસ, મસાલા, પ્રીપેડ ફૂડ, નમકીન વગેરે મળી કુલ 19 કિલો અખાદ્ય જથ્થો જણાતા સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ભોલે ખમણ અને ખીરું પેઢીમાંથી સંગ્રહ કરેલી ચટણીનો 5 કિલો જથ્થો વાસી જણાતા નાશ કરવામાં આવ્યો હતો.
જ્યારે ચીઝી ક્રેઝી કાફે- ઈશા એન્ટરપ્રાઈઝ ખાતેથી કાર્નિવલ આઈસક્રીમ- પ્લેન પિસ્તા, જીલ આઈસક્રીમમાંથી કાજુ અંજીર આઈસક્રીમ, ખોડલ કોલ્ડ્રીંકસ એન્ડ આઈસક્રીમની દુકાનમાંથી થીક શેઈક, ચામુંડા ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને પીવીઆર લિમિટેડમાંથી સમોસાના નમૂના લેવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.