જૈનતીર્થ પાલિતાણા મુદ્દે વડનગર જૈન સમાજ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા જૈન તીર્થ શેત્રુંજય ગિરિરાજ ઉપર દબાણ તથા ગેર કાયદેસર માઈનિંગ દૂર કરવા માટે તથા સમ્મેત શિખરજી પાશ્વૅનાથ પર્વત પ્રવાસન માંથી મુક્ત થયા તેઅને શેત્રુંજય ગીરીરાજ છેલ્લા કેટલાય સમય થી ગેરકાયદેસર દબાણ તથા માઈનિંગ ,દારૂ ની ભઢ્ઢી ઓ અડ્ડા ઓ, તથા મંદિર ઓ માં ગેરકાયદેસર અડ્ડો જમાવી બેઠેલા અસામાજિક તત્વો દ્વારા સાઘુ સાધ્વી શ્રવક શ્રવિકા ઉપર વારંવાર હુમલાઓ થાય છે.
તેથી જૈન સમાજ દેશભરમાં શેત્રુંજય ગિરિરાજ તથા સમ્મેત શિખરજી પશ્વૅનાથ પર્વત ને પ્રવાસન મુક્ત કરવામાં માટે અને અસામાજિક તત્વો પ્રવૃત્તિ વિરુદ્ધ માં સખત માં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું સરકાર પાસે જૈન સમાજ અપેક્ષા રાખે છે. સરકાર પાસે ન્યાય ની માંગણી કરતા વડનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સમાજ એ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું.
આમ તો જૈન સમાજ પ્રકૃતિ પ્રેમી અને જીવદયા પ્રેમી સમાજ છે.અને પાછા વેપાર માં નિપુણતા દાખવે છે તેવો આ સમાજ ના મંદિરઓ ના ગર્ભગૃહ આધુનિક લાઈટ પણ હોતી નથી અને તેમનાં સાધુ સાધ્વી આજે પણ પગપાળા વિહાર કરે છે. તેઓ આધુનિક ટેક્નોલોજી પણ ઉપયોગ નથી કરતાં તેથી તેમનાં તીર્થ સ્થાન પર આધુનિક ટેક્નોલોજી એ પ્રકૃતિ નું દોહન થાય છે.
તેથી દેશભરમાં જૈન સમાજ ના માનવીઓ એ તમામ તાલુકામાં, જિલ્લા,રાજય માં શેત્રુંજય ગરીરાજ પ્રવાસન દારૂ ના અડ્ડો અસામાજિક તત્વો માઈનિંગ પર પાબંદી લગાવે તે વી સરકાર ને આવેદનપત્ર આપ્યું હતું .અને જૈન સમાજ પ્રકૃતિ બચાવવા માટે પણ સરકાર ને આજીજી કરી હતી. કે પ્રકૃતિ બચશે તો માનવી નું આરોગ્ય તંદુરસ્ત રહે છે. તેથી વડનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સમાજ 2:30 કલાકે જૈન સમાજ ના અગ્રણીઓ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.