જમવાનું ટેબલે જ આપવું પડશે’ કહી હોટલ સંચાલક પર પાઇપથી હુમલો - At This Time

જમવાનું ટેબલે જ આપવું પડશે’ કહી હોટલ સંચાલક પર પાઇપથી હુમલો


યુનિવર્સિટી રોડ પર આવારા તત્વો અવાર નવાર દારૂના નશામાં દુકાનો અને રેસ્ટોરન્ટમાં ધમાલ મચાવી મારામારી કરતા હોય છે. અને પોલીસ મૃકપ્રેક્ષક બની જોતી રહેતી હોય છે. ત્યારે ફરીવાર દારૂના નશામાં રહેલા શખ્સોએ ફરીવાર પંચાયત ચોક પાસે આવેલ જલારામ ડાયનીંગ હોલમાં જમવાનું ટેબલ પર આપવા મામલે હોટલ સંચાલક પર હુમલો કર્યો હતો.
બનાવની વિગત અનુસાર, પંચાયત ચોક નજીક યુનીવર્સલ સ્કુલ પાસે અર્થ એપાર્ટમેન્ટમાં રેહતા ભાવિનભાઇ હિંમતલાલ રાચ્છ (ઉ.વ.32) યુનિવર્સિટી રોડ પર જલારામ ડાઇનીંગ હોલ નામની રેસ્ટોરન્ટ ધરાવે છે. ગઇ રાત્રે 10 વાગે પોતે રેસ્ટોરન્ટ પર હતા ત્યારે ત્યાં ધસી આવેલા દારૂના નશામાં ધુત ચાર અજાણ્યા શખ્સોએ જમવાનું ટેબલ પર જ આપવું પડશે. કહી લાકડી અને પાઇપથી હુમલો કરી નાસી છુટયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવો પડયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધ્યું હતું.
વધુમાં ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે, મારી હોટલમાં સેલ્ફ સર્વિસથી જમવાનું હોય છે ત્યારે નશામાં ધુત શખ્સોએ જમવાનું ટેબલ પર માંગી મારામારી કરી હોટલમાં તોડફોડ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.