વાગરા: પીપલીયા નજીક માટી ભરેલ હાઈવા ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવ્યો, વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી.
*માર્ગ ઉપર માટેલા સાંઢની જેમ દોડતા હાઈવા ડમ્પરો જોખમકારક :-*
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે હાઈવા ડમ્પરનો ચાલક નશામાં ધૂત હતો. અને તે માટેલા સાંઢની જેમ રોંગ સાઈડમાં બીજાની જિંદગી જોખમાય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યો હતો. જો ડમ્પર ખેતર તરફ ન જય વાનમાં ભટકાઈ જાત તો વાનમાં સવાર તમામ મુસાફરોના પ્રાણ પંખીડા ઉડી જાત. સામેથી બેફામ ધસી આવતો ડમ્પરને જોઈ મારુતિ વાનમાં સવાર એક મુસાફરનું પ્રેસર વધી જવાને કારણે તેને સારવાર લેવાની પણ ફરજ પડી હોવાની માહિતી પણ સૂત્રો થકી પ્રાપ્ત થઈ હતી. જાણવા મળેલી માહિતી પ્રમાણે હાઈવા ડમ્પરના ચાલક પાસે દ્રાઇવિંગ લાઇસન્સ પણ ન હતું. જોકે ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી ગઈ હતી. અને હાઈવા ડમ્પરને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે
