સમાધાનની વાત વચ્ચે પતિ અને તેના પરીવારનો વેવાઈ પર હુમલો, વાહનમાં તોડફોડ - At This Time

સમાધાનની વાત વચ્ચે પતિ અને તેના પરીવારનો વેવાઈ પર હુમલો, વાહનમાં તોડફોડ


રૈયાધાર મચ્છુનગર ટાઉનસશીપ સામે સમાધાનની વાત વચ્ચે પતિ અને તેના પરીવારે વેવાઈ પર ધોકા પાઈપથી હુમલો કરી વાહનમાં તોડફોડ કરતાં યુની. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ધોરાજીમાં આનંદનગર સોસાયટી રેલ્વે સ્ટેસનની બાજુમાં રહેતાં તેજલબેન આકાશભાઈ વાઘેલા (ઉ.વ.22) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સાગર રાજુ સુરેલા, રાજુ મફા સુરેલા, કિશોર રાજુ સુરેલા (રહે. તમામ રૈયાધાર મચ્છુનગર ટાઉનસશીપ સામે રાધે શ્યામ ગૌશાળાની બાજુમાં) નું નામ આપતા યુની. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણીને સંતાનમાં એક પુત્ર છે. તેમના માતા-પીતા હનુમાનમઢી પાસે છોટુનગર સૌચાલયની બાજુમા રહે છે અને કાકા વિરમભાઈ સમેચા તેના પિતાના ઘરની બાજુમા રહે છે, કાકાની દીકરી સોનલબેનના લગ્ન સાગર સુરેલા સાથે દસેક વર્ષ પહેલા થયેલ અને સોનલબેન છેલ્લા એકાદ વર્ષથી રીસામણે હતા. સોનલબેનના પતિ છુટાછેડા લેવાનુ કહેતા હોય પરંતુ તેણીને સંતાનમાં એક દીકરો હોય જેથી છુટાછેડા નહી પરંતુ સમાધાન કરવાનુ કહેતા હતાં.
જેથી ફરિયાદી તેણીના પતિ સાથે ધોરાજીથી માવતરના ઘરે સોનલબેનનું સમાધાન કરવા આવેલ હતા. ગઈ તા.12 ના બપોરના સમયે તેના પિતા, પતિ આકાશભાઈ વાઘેલા, કાકાની દીકરી સોનલબેન સાથે રૈયાધાર મચ્છુનગર ટાઉનસશીપ સામે રાધે શ્યામ ગૌશાળાની બાજુમાં સમાધાન માટે કરવાં ગયેલ અને સોનલબેનના સસરા રાજુ અને તેના દીકરા સાગરને સોનલબેનને તમારા ઘરે રહેવુ છે.
જેથી તમ એ લોકો સમાધાન કરી નાખો તેમ વાત કરતા સાગર ઉગ્ર અવાજે કહેવા લાગેલ કે, મારે સોનલને આજેય નથી જોતી અને કાલે પણ નથી જોતી તેમ કહી ગાળો આપી લોખંડનો પાઇપથી તેણીના પિતાના માથાના ભાગે ઘા ઝીંકી દિધેલ હતો.
તેમજ રાજુ સુરેલા તથા તેનો દીકરાઓ પણ લાકડાના ધોકા લઈને તેણીના પિતાને આડેધડ માર મારવા લાગેલા હતા. જેથી તેઓ છોડાવવા જતાં તેમને પણ આડેધડ માર મારેલ હતો. તેમજ આરોપીઓ કહેતા હતા કે, હવે તમો બધાને જવા દઈ છિયે હવે બીજી વાર તમે સમાધાન માટે આવસો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલ હતી.
ફરિયાદીના પિતાને ગંભીર ઈજા પહોંચતા બેભાન થઈ ઢળી પડ્યા હતાં. તે દરમિયાન આરોપીઓએ ફરિયાદીની ગાડીમાં આડેધડ ધોકા વડે ફટકારી નુકશાન કરેલ હતું. બાદમાં લોકો એકઠાં થઈ જતાં આરોપીઓ નાસી છૂટ્યા હતાં અને ઇજાગ્રસ્તને 108 મારફત સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.