દંપતી વચ્ચે ચાલતાં અણબનાવના કારણે પત્ની સાયબર માફિયા બની: પતિ વિરૂદ્ધ પોસ્ટ કરી બદનામ કરવાનો પ્રયાસ
શહેરમાં એક વિચીત્ર અને ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેમાં પતિ સાથે ચાલતી માથાકૂટને કારણે પત્નીએ સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી બનાવી પતિ વિરૂધ્ધ પોસ્ટ મુકી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી.
બનાવ અંગે 80 ફુટના રોડ પર રહેતા અને વેલ્ડીંગ કંપનીમાં નોકરી કરતા યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.7 સપ્ટેમ્બરના રોજ તેના મોટાબાપુના પુત્રએ કોલ કરી જણાવ્યું કે એક મહિલાની ફેસબુક આઈડી પરથી તેના વિશે ખરાબ લખાણ સાથેની પોસ્ટ મુકવામાં આવી છે. તેના 6 દિવસ બાદ તેના ફેસબુક એકાઉન્ટમાં ફરીથી તેજ મહિલાની આઈડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે તેણે સ્વીકારી ન હતી. જેથી તેના મેસેન્જરમાં તે જ મહિલાની આઈડી પરથી અભદ્ર શબ્દોમાં મેસેજ કરાયા હતા.
તે પહેલાં ગઈ તા.20 જૂલાઈના રોજ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અજાણી આઈડીમાંથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે પણ તેણે સ્વીકારી ન હતી. ગત સપ્ટેમ્બર માસમાં તેના મોટાબાપુના પુત્રએ ફરીથી તેને કોલ કરી જાણ કરી કે, અજાણ્યા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડીમાંથી તેના વિશે ખોટું લખાણ લખી ફોટો અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં પણ ખૂબજ ખરાબ શબ્દોમાં પોસ્ટ મુકવામાં આવી છે.
આખરે કંટાળીને તેણે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી આપતા તપાસના અંતે આરોપી તરીકે એક મહિલાનું નામ ખુલ્યું હતું. જેના વિરૂધ્ધ ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પીઆઈ એમ. જે. ઝણકાતે જણાવ્યું કે આરોપી મહિલા ફરિયાદીની પત્ની જ છે. બંને વચ્ચે અણબનાવ ચાલે છે. જેથી આરોપી મહિલાએ પતિ વિરૂધ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ પણ નોંધાવી છે. હાલમાં કોર્ટમાં છૂટાછેડાનો કેસ પણ ચાલી રહ્યો છે. સાયબર ક્રાઇમે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હ
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.