લીયા ગામે વિજકર્મી ઉપર ધારીયા થી વાડી માલિક નો હુમલો - At This Time

લીયા ગામે વિજકર્મી ઉપર ધારીયા થી વાડી માલિક નો હુમલો


*મુળી ના લીયા ગામે વિજકર્મી ઉપર ધારીયા થી કરાયો હુમલો*

મુળી તાલુકાનાં લીયા ગામે વિજકર્મી ઉપર ધારીયા જેવા હથિયારથી હુમલો અને જાતી અપમાન કરવાનો બનાવ સામે આવેલ છે ત્યારે સરા સબ સ્ટેશન હેઠળ વિજકર્મી તરીકે ફરજ બજાવતા અનિલકુમાર હસમુખભાઈ રાઠોડ વિજબીલ બનાવવા માટે લીયા થી રામપરા ના રસ્તે આવેલ વાડીએ ગયેલા ત્યારે તેઓ વિડીયો શુટીંગ કરતા હોય ત્યારે વાડી માલિક બળદેવભાઈ મેરાભાઈ ધીયડ દ્વારા પાછળ થી એક ધારીયા નો ઘા કરી હુમલો કરવામાં આવતાં તેઓ ત્યાં થી નાશી છુટયા હતા અને ઉપરી વિજ અધિકારી ને ફોન થી જાણ કરવામાં આવી હતી બાદ હોસ્પિટલ માં સારવાર લ‌ઈ ને ફરિયાદ નોંધવવામા આવી હતી વિજબીલ જીરો કરવા માટે બળદેવભાઈ એ ધાક ધમકી જાતી અપમાન કરી ભુંડાબોલી બેફામ ગાળાગાળી કરી હતી અને ધારીયા ના બે ઉંધા ઘા મારવામાં આવેલ હતા વધુમાં પોલીસ તપાસ પી.એસ.આઈ. મોડિયા કરી રહ્યા છે અને આરોપી ને ઝડપી પાડયા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.