લોમેવધામ ધજાળામા ભાદરવી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
લોમેવધામ ધજાળામા ભાદરવી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
સાયલા ભગવાન સૂર્યનારાયણ કોર કાઢે ને એની દિવ્ય આભાના અજવાળા સાથે જ્યાં સતત પ્રજ્ઞાનો પ્રકાશ,સદાચાર અને શ્રધ્ધાની અવરજવર અને ઘર્મની ધજાનો પહેરો છે એવા લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર,પંચાળનુ પ્રગટ પિરાણુ , રોકડિયો ઠાકર એવાં લોમેવધામ ધજાળામા વર્ષોથી ભાદરવી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ઠાકરના સેવકો અને શ્રધ્ધાળુઓ અનિમેષ જેની રાહ જોતા હોય એ ઠાકર વંદનાનો અવસર એટલે ભાદરવી બીજ
તા ૦૫/૦૯/૨૪ ને ગુરુવારે ભાદરવી બીજના દિવસે લોમેવધામમાં હજારોની માનવમેદની ઉભરાય છે ભજન ,ભોજન અને સંત દર્શનનો આ લ્હાવો દૂર્લભ છે
જેમની સાદગી,સરળતા અને વિદ્વતાની સોડમ સમગ્ર ગુજરાત ભરમા પ્રસરી છે એવાં ધજાળા લોમેવધામના શિક્ષિત અને દિક્ષિત મહંત મહારાજ પરમ પૂજ્યશ્રી ભરતબાપુના આમંત્રણને માન આપી ગુજરાત ભરની દેહાણ જગ્યાઓ અને દેવસ્થાનોના સંતો અને મહંતો ધજાળા લોમેવધામ પધારે છે ધર્મસભાના માધ્યમથી સૌના દર્શન નો અને આશીર્વાદનો લાભ મળે છે તેમજ ભાદરવી બીજની ભવ્ય સંતવાણી યોજાય છે જેમાં ગુજરાતના નામી કલાકારોનો માણવા એ જીવનનો લ્હાવો છે
ચાલુ વર્ષે ઠાકરના સેવકો દ્વારા ભાદરવી બીજના પાવન પર્વેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ વખતે સંતવાણીમા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી દેવાયતભાઈ ખવડ, ગીર ના વિદ્વાન ચારણ રાજભા ગઢવી અને શ્રેષ્ઠ ભજનીક શ્રી પરેશદાન ગઢવી તથા દેવાયતભાઈ ખાચર સંતવાણીની અને લોક સાહિત્યની સરવાણી વહાવશે સૌ ઠાકર ભક્તોમાં અનેરો ઉમંગ, શ્રધ્ધા અને આનંદ પ્રસરી રહ્યો છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.