તારું સરનામું આપ, તને મારી નાખવો છે, કહી યુવકને ધમકી
જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતી વાત બાબતે ફોન કરી સમજાવતા ડખો : એટ્રોસીટી સહિતનો ગુનો નોંધાયો
શહેરમાં કાલાવાડ રોડ પર રાણી ટાવર પાસે યોગીપાર્કમાં રહેતા યુવકે ઇન્સ્ટાગ્રામ આઇડી પર સમાજ વિશે કરાયેલી અયોગ્ય કોમેન્ટ વિશે આઇડીધારકને ફોન કરતા તેને જેમ ફાવે તેમ બોલી તારું સરનામુ બતાવ ત્યાં આવીને મારી નાખવો છે તેમ કહ્યું હતું તેમજ અન્ય આઇડીધારકે પણ મેસેજ કરી તું કામ કર, મારા ઉપર અઢાર ગુના છે તને ઉપાડી લઇશ તેવી ધમકી આપી જ્ઞાતિપ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ કરતા તાલુકા પોલીસે એટ્રોસીટી સહિતનો ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.