શ્રી નારી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા તેમજ વૃક્ષો ઉગાડવા બાબતે લોક જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
શ્રી નારી સેવા ચે. ટ્રસ્ટ-દ્વારા 14/09/2024 ને શનિવારના રોજ પ્લાષ્ટિકના વપરાશ ના કરવા તેમજ વૃક્ષો ઉગાડવા બાબતે લોકોને જાગૃત કરવા માટે ‘ચિત્ર-સ્પર્ધાનું’ આયોજન કરવામાં આવેલું. જેમાં મોટી સંખ્યામાં જાગૃત વાલીએ પોતાના બાળકોને ભાગ લેવડાવેલ. જુદી જુદી અનેક સ્કૂલના બાળકોએ ભાગ લીધેલ. જેમાથી ધોરણ 6 થી 8 માં પ્રથમ નંબરે જતાપરા પ્રીત પ્રવીણભાઈ-સેંટ આલ્ફ્રેઞ્ઝો સ્કૂલ, પરમાર સમર- અરવિંદભાઇ લિટલ સ્ટાર પ્રાથમિક સ્કૂલ, બીજા નંબરે છાયાણી યશ રજનીભાઈ સાંદીપની વિદ્યાલય, ચૌહાણ શિવમ વિમલભાઈ સરદાર પટેલ પ્રાથમિક શાળા ગંગાભુવન, અને ત્રીજા નંબરે રાઠોડ જાનવી પરેશભાઈ હૂડકો પ્રાથમિક શાળા, રાજાણી રીંકલ નાનજીભાઈ કનેસરા પ્રાથમિક શાળા, તેમજ આ કેટેગરીમાં નીચેના વિદ્યાર્થીઓને ખાસ ઈનામ માટે પસંદ કરવામાં આવેલ હતા. જેમાં પરમાર મહસવી, પરમાર દિવ્યાંશ, સાંઢમિયા અંજલિ અરવિંદભાઇ, લીંબડીયા પૂજા વિજયભાઈ તેમજ એલ.કે.જી. થી 5 માં ધોરણમાં પ્રથમ નંબરે નંદાસણા મહેક વી સેંટ આલ્ફ્રેઞ્ઝો સ્કૂલ, બીજા નંબરે ઉપાધ્યાય હેલી ઋત્વિજભાઇ, અને ત્રીજા નંબરે છાયાણી દક્ષ હિતેશભાઇ, ભટ્ટ પ્રાંજલ કિરણભાઈ વિવેકાનંદ વિદ્યાલય પસંદ થયેલા. આ જ કેટેગરીમાં નીચેના વિદ્યાર્થીઓને ખાસ ઈનામ માટે પસંદ કરવામાં આવેલા. બોઘરા પ્રિયાંશ તુષારભાઈ, માતરિયા હેત્વી, ગીડા દેવશ્રી, પરમાર હેમિસ હેમલભાઈ, બાવળીયા માહી સાહિલભાઈની પસંદગી કરવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.