રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગની બે ફરિયાદ નોંધાઇ - At This Time

રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગની બે ફરિયાદ નોંધાઇ


રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગની બે ફરિયાદ નોંધાઇ છે. ન્યુ જાગનાથમાં સંબંધના દાવે આપેલો ફ્લેટ પચાવી પાડતા પિતા, પુત્ર અને માતા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે. બેડીનાકા પાસે ચોકીદારી કરતા વૃદ્ધ સંત થઈ ગયા પછી તેના પુત્ર અને પત્નીએ બિલ્ડીંગના નીચેના ભાગે કબ્જો જમાવી લીધો હતો.
પ્રથમ ફરિયાદ પ્ર. નગર પોલીસમાં દાખલ થઈ છે જેમાં જામનગરના લીમડા લાઈન મેઈન રોડ પર રહેતા અને નિવૃત જીવન વ્યતિત કરતા જયપ્રકાશ શામજીભાઈ સાપરીયા (ઉ.વ. 75)એ રાજકોટના ડો.યાજ્ઞિાક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે ર-ન્યુ જાગનાથમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં આવેલો પોતાના ફ્લેટ પર કબજો કરનાર આરોપી જયેશ હરીભાઈ સાવલાણી, તેની પત્ની મીનાક્ષીબેન અને પુત્ર જય સામે ગુનો નોંધાવ્યો છે. વૃદ્ધની ફરિયાદ મુજબ વર્ષ 1985માં આ ફલેટ ખરીદયો હતો. તે વખતે ફલેટમાં પરિવાર સાથે રહી એલ્યુમીનીયમના વાસણ બનાવવાનો ધંધો કરતા હતા. 2000ની સાલમાં ધંધો સમેટી લીધો હતો. મિકેનીકલ એન્જીનિયર હોવાથી મોટાભાઈ મનસુખભાઈને જામનગરમાં જે ડ્રીલ મશીન બનાવવાની ફેકટરી હતી તેમાં જોડાઈ ગયા હતા. ફલેટ ખાલી હતો. રાજકોટમાં રહેતા તેના સાળા રાજીવભાઈ ભેટીયા 2021માં અમેરિકા જતા રહ્યા હતા. તેના ઓળખીતા જયેશભાઈ હતા.
ફલેટનું લાઈટબીલ અને મેઈટેનન્સ ભરવાનું કામ જયેશને આપેલ. ફલેટની સાફ-સફાઈ માટે તેને ચાવી પણ આપી હતી. આ પછી જયારે અવાર-નવાર રાજકોટ આવવાનું થતું ત્યારે આ ફલેટમાં રોકાતા. 2014માં જયેશે નવો ફલેટ લીધો છે તેનું પઝેશન બે-ચાર મહિના પછી મળે ત્યાં સુધી રહેવા માટે આ ફ્લેટ માંગેલ પછી ખાલી જ ન કર્યો. ખાલી કરવાનું કહીએ તો આ ફલેટ અમારો છે, હવે અહીંયા આવતા નહીં નહીંતર હાડકા ભાંગી નાંખીશ તેવી ધમકી આપી હતી.
બીજી ફરિયાદ એ.ડિવિઝન પોલીસમાં હિતેશકુમાર મુકુદભાઈ ધોળકીયા (ઉ.વ.48)એ નોંધાવી છે. આરોપી તરીકે મહેશ ડાયા રાતડીયા અને તેના માતા જશુબેનનું નામ આપ્યું છે.હિતેશકુમારે જણાવ્યું કે, હું સોનીકામ કરું છું. બેડીનાકા ટાવર અંદર, કામનાથ મહાદેવ મંદીરની બાજુમા, ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહું છું. અમારા એપાર્ટમેન્ટ 20 ફ્લેટ હોલ્ડર છે. એપાર્ટમેન્ટઆશરે 25 વર્ષ પહેલા બનેલ છે. ત્યારથી આ બીલ્ડીંગમા ડાયાભાઈ ભરવાડ ચોકીદાર તરીકે હતા. તેઓ પાર્કિંગના ભાગમાં રહેતા હતા. ચોકીદારી કરતા હતા.
ત્રણ વર્ષ પહેલા ડાયાભાઈ સંત થઇ ગયેલ છે. ચોટીલાના આયા ગામ ની બાજુમા આવેલ સંતની જગ્યામાં બેસી ગયેલ છે. જે પછી ડાયાભાઈના પુત્ર મહેશભાઈ તથા ડાયાભાઇના પત્ની જશુબેન બળજબરીથી અમારા બિલ્ડીંગના નીચેના ભાગે પગ પેશારો કરી રહેણાક કરેલ છે. અને તેમા ઢોરો ગાય બાધેલ છે. ધાસ ચારો બીલ્ડીંગમાં રાખે છે. અને એક રૂમ અને સંડાસ બાથરૂમ બનાવી નાખેલ છે. જેથી લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો દાખલ કરી એ. ડિવિઝન પોલીસે આરોપી માતા-પુત્રને સકંજામાં લીધા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.