પાડરશીંગા ઈગોરાળા આસોદર માં પથરાયેલ જાગાણી ની જગ પ્રસિદ્ધ વડોદરા બ્રહ્મચોરાશી
પાડરશીંગા ઈગોરાળા આસોદર માં પથરાયેલ જાગાણી ની જગ પ્રસિદ્ધ વડોદરા બ્રહ્મચોરાશી શ્રીમંત સરકાર ગાયકવાડે ખુશ થઈ બે તલવાર ની ભેટ અર્પિ હતી જાગાણી ની સામાજિક જાગૃતિ સ્વચ્છતા શિક્ષણ ન્યાય પ્રિયતા ની રાજવી સુધી નોંધ લેવાતી હતી જાગાણી ની જગ પ્રસિદ્ધ વડોદરા ની બ્રહ્મચોરાશી રાજ તરફ થી તલવાર ભેટ કરાય ગયા સૈકાની વાત છે. મહારાજા ખંડેરાવનો અમલ વરતે છે તેના રાજમહેલના દરવાજા આગળ એક પુરુષ દરરોજ ફેરા ખાઈ—ખાઈ પાછા ગામમાં રહેતા દેખાય છે માથા પર પાઘડી કાઠિયાવાડી બાંધેલી છે સુરવાળ ઉપર ભેઠ વાળેલી છે કોઈ કોઈ વખત ખભામાં તલવાર પણ લટકતી જણાય હાથમાં રૂપેરી હોકો તો હંમેશાં માલુમ પડે છે જ મુખ પર હિંમત અને ગુહસ્થાના ચિહ્નો છે ત્રણ મહિના સુધી મહેલની મુલાકાત લેવા છતાં ધારેલું કાન ન થવાથી હવે કાંઈક નવીન યુક્તિ રચી આ પુરૂષ તે કાઠિયાવાડમાં આવેલ ગાયકવાડ સરકારના પાંડરશીંગા ગામનાં પટેલ દુદા જાગાણી છે દુદા પટેલ પ્રજા તરફ લાગણીવાળા હતા અને અધિકારીઓ પ્રજા ઉપર જુલમ કરે તે તેનાથી સહન થતું નહીં. એટલે આવા પ્રસંગે અધિકારીઓનો જુલમ ઉઘાડો પાડી ખેડુતોના દુઃખમાં ભાગ લેતા અને ને માટે જે કાંઈ દુઃખ ખમવા પડે તે ખમવાને તૈયાર રહેતા હવે અધિકારીઓને પણ આ ડાભોળીયાની પેઠે ખટકતા પટેલને દૂર કરવા નિર્ણય ર્યો. કહેવાય છે કે એક મોટા અધિકારીએ ખટપટ કરી પટેલને જાકારો અપાવ્યો, એટલે દાદ મેળવવા પટેલ વડોદરા ગયા મહારાજાને રૂબરૂ મળી, સત્ય હકીકત જાહેર કરવા બહુ પ્રયાસ ર્યો. દરરોજ મહેલે ધક્કા ખાય પણ મુલાકાત થઈ નહીં એટલે એક યુક્તિ રચી.પટેલે તુરત જ વડોદરાના બધા બ્રાહ્મણોને બોલાવ્યા અને ચોરાશી કરવાની ઈચ્છા જણાવી, ત્યારે બ્રાહ્મણોએ ખુશ થઈ હા કહી. પટેલે કહ્યું કે ચોરાશી કરવી છે, પણ તેમાં એક શરત એ છે કે, બધા બ્રાહ્મણોએ મહારાજાની મહેલની આસપાસ પડાવ નાખવો. અને રસ્તા રોકી મહારાજાને બહાર જવા દેવા જ નહીં. બ્રાહ્મણોએ શરત કબુલ કરી, તુરત જ ‘હરહર મહાદેવ’ના અવાજ સાથે રસ્તાઓ રોકાયા. ચારે તરફ મહેલની આસપાસ આડસ ખડકી લાડુની તૈયારી થવા માંડી અને બપોર ના બે બજે રસોઈ તૈયાર કરી ધી ના અવેડા ભરી બ્રહ્મણો ને છુટ આપી દીધી પછી શ્લોક બોલતા જાય "હરહર મહાદેવ"ની ગર્જના થાય. એ રીતની ગર્જનાથી મહેલન નો આસપાસનો ભાગ ગજાવી મુક્યો. આ વખતે મહારાજા બહાર જવા માટે ગાડીમાં બેસી દરવાજા સુધી આવ્યા, પણ માર્ગ બ્રાહ્મણોએ રોકેલો જોઈ હસીન બોલ્યા. ‘આજે માર્ગ કેમ રોક્યો છે’' ? બ્રાહ્મણોએ જવાબ દીધો સાહેબ ! કાઠિયાવાડમાંથી આપણા રાજના કોઈ પટેલ આવ્યા છે તેણે વડોદરાની ચોરાશી કરી છે માટે આજે આપનાથી બહાર જઈ શકાશે નહીં. મહારા વિચારમાં પડી ગયા. ગાડી પાછી વળાવી બોલ્યા એ પટેલને મારી પાસે મોકલશો પટેલ મહારાજા સાહેબ પાસે મહેલમાં ગયા. મહારાજા હેતથી ભેટયા પટેલનાં વખાણ કે મારા રાજમાં વડોદરાની ચોરાશી કરે તેવા મોટા પટેલો પણ છે એ જાણી બહુ ખુશી થાઉં છું જવાબમાં પટેલે જણાવ્યું પણ અધિકારી અમને દેખી શકતા નથી અને હવે આ રાજ છોડવું પડશે એટલે આપના દર્શન કરી આ ગામની ચોરાશી કરી પછી જઈશ મહારાજાએ ખુલાસો માગ્યો ત્યારે જવાબમાં બધી હકીકત કહી. મહારાજાએ તરત જ એ હુકમ રદ કરી અધિકારીઓને યોગ્ય સજા કરી. પટેલને પહેરામણી આપી અને બે તલવાર ભેટ આપી પટેલ ખુશ થઈ ઘેર આવ્યા. અત્યારે રાણાભાઈ વગેરે તેમના કુટુંબમાં છે.
જાગાણી કુટુંબ ત્યાંથી ઇંગારાળા તેમજ આસોદરમાં ફેલાયું આંસોદરમાં રામ પટેલ અત્યારે તેના વંશમાં છે અને જ્ઞાતિમાં આગેવાન તરીકે છે ઇંગોરાળામાં ૬૦ વર્ષ પહેલા કુરજી પટેલ આ કુટુંબમાં થઈ ગયા તે પોતાના ગામને બહુ સુધાર્યું હતું. જુવાનીયા ઓડીયાં રાખે તો બજારમાં ઉભા રાખી કપાવતા. કુવા પર લટકાવી રખાવતા, અને એ રીતે સ્વચ્છતા રખાવતા. ચોરી તરફ તેને બહુ તિરસ્કાર હતો. કંઈક ગુના માટે પોતાના દીકરાને ચોરે ઉભો રાખી માર માર્યો એમ છતાં નહીં માનવાથી ટાઢાં પાણીના ઘડાં માથે રેડાવ્યા. એ રીતે ગુનાની તપાસ કરી યોગ્ય શિક્ષા કરી હતી.ન્યાય પ્રિય સ્વચ્છતા ના હિમાયતી જાગાણી કુટુંબ નું ઉચ્ચ આચરણ થી શ્રીમંત સરકાર ગાયકવાડ સુધી અદબ થી નોંધ લેવાય રહી હતી આવા કિર્તમાન ખેડૂત ના નામે કયું ઈગોરાળા તેમ પૂછતાં કહેવાય છે જાગાણી નું ઈગોરાળા
સૌજન્ય સૌરાષ્ટ્ર લેઉવા પટેલ ઇતિહાસ
સંપાદક નટવરલાલ જે ભાતિયા દામનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.