રાજકોટમાં ઈશ્વરિયા પાર્ક નજીક અંદાજે રૂ. 85 કરોડના ખર્ચે 10 એકર બનેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રને કાલે વડાપ્રધાન ખુલ્લું મૂકશે
10 એકરમાં સાયન્સ સેન્ટર; લોકો ગમ્મત સાથે વિજ્ઞાનમાં વિહાર કરશે
વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના પ્રયોગ અને ઈજનેરી- ટેક્નોલોજીનું જ્ઞાન એક જ સ્થળે મળશે
રાજકોટમાં ઈશ્વરિયા પાર્ક નજીક અંદાજે રૂ. 85 કરોડના ખર્ચે 10 એકર બનેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રને કાલે વડાપ્રધાન ખુલ્લું મૂકશે. આ એક એવું વિજ્ઞાન કેન્દ્ર છે, જેમાં લોકો ગમ્મત સાથે વિજ્ઞાનની દુનિયામાં વિહાર કરી શકશે અને વિવિધ જીવોની ઉત્પત્તિથી લઈને મશીન અને ટેક્નોલોજીની પ્રગતિઓને નિહાળી શકશે. આ સેન્ટર ગણિત, વિજ્ઞાન અને ઈજનેરી વિકાસને ધ્યાનમાં રાખીને બનાવાયું છે. છ અલગ- અલગ થીમ આધારિત ગેલેરી બનાવી છે. આ સિવાય જ્ઞાન સાથે ગમ્મત પીરસતી વિવિઘ રાઇડ્સ અને ઝોન્સ પણ વિકસાવવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.