મનપા વેરા વસુલાત શાખાએ વધુ 9 મિલ્કતો સીલ કરી
રાજકોટ મનપાની વેરા શાખાની ઝુંબેશ દરમિયાન આજે વધુ 9 મિલ્કતોને સીલ સાથે 2 નળ કપાત અને બપોર સુધીમાં રૂા.48.99 લાખની રીકવરી કરવામાં આવી હતી.
મનપાની વેરા વસુલાત ઝુંબેશમાં આજે વોર્ડ નં. 5માં માર્કેટીંગ યાર્ડ પાસે 1-યુનિટને સીલ, સોની બજારમાં અમુબાઇ આર્કેડમાં શોપ નં. 303, 401, 403 સીલ, ગોંડલ રોડ પર આવેલ જીમ્મી ટાવર્સમાં શોપ નં. 16, 21,34 સીલ, ગોંડલ રોડ વિતભવનમાં સેક્ધડ ફ્લોર ઓફિસ નં. 204 અને મીરા ઔદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટને સીલ કરવામાં આવેલ.
આ ઉપરાંત માર્કેટીંગ યાર્ડ રોડ પર 1-નળ કપાત અને ગુજરાત હાઉસીંગ બોર્ડમાં 2 નળ કપાત કરવામાં આવેલ. વેરા શાખાએ આજે બપોરના 1 કલાક સુધીમાં 9 મિલ્કતોને સીલ, 5 યુનિટને નોટીસ અને 3 નળ કપાત સાથે રુા.48.99 લાખની રીકવરી કરી હતી. તા.1-4-24 થી આજ દિન સુધીમાં રુા.346.01 કરોડની રીકવરી થઇ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
