સન્માનિતોને શું આપ્યું તે નહિ, સન્માનિતોએ સમાજને જે આપ્યું તેનું મહાત્મ્ય – શ્રી મોરારિબાપુ શિશુવિહાર ભાવનગરમાં યોજાયેલ શ્રી માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન
સન્માનિતોને શું આપ્યું તે નહિ, સન્માનિતોએ સમાજને જે આપ્યું તેનું મહાત્મ્ય - શ્રી મોરારિબાપુ
શિશુવિહાર ભાવનગરમાં યોજાયેલ શ્રી માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન
ભાવનગર શિશુવિહાર ભાવનગરમાં યોજાયેલ શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન સમારોહમાં અધ્યક્ષસ્થાને રહેલા શ્રી મોરારિબાપુએ કહ્યું કે, સન્માનિતોને શું આપ્યું તે નહિ, સન્માનિતોએ સમાજને જે આપ્યું તેનું મહાત્મ્ય રહેલું છે.
ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહારમાં યોજાયેલ આ સમારોહમાં શ્રી મોરારિબાપુના અધ્યક્ષસ્થાને શ્રી જીતેન્દ્રભાઈ રાવલ, શ્રી વસંતભાઈ ગઢવી અને શ્રી સોનલબેન પરીખનું સન્માન કરવામાં આવ્યું. આ સન્માનમાં શ્રી નરેશચંદ્ર વેદ નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા.
શ્રી મોરારિબાપુએ કહ્યું કે, આવા ઉમદા સમારોહમાં સન્માનિતોને શું આપ્યું તે નહિ, પરંતુ સન્માનિતોએ સમાજને જે પોતાનું પ્રદાન આપ્યું છે, તેનું મહાત્મ્ય રહેલું છે. આવા આપનારાઓની વંદના માટે મહાભારતમાં જણાવાયું છે. શ્રી મોરારિબાપુએ ભાર પૂર્વક કહ્યું કે પ્રયોગ ખૂબ થયા હવે 'પ્રયાગ' માટે 'સંગમ' નિર્માણ જરૂરી છે, અર્થાત્ સમાજ હવે સમન્વય સાથે કલ્યાણ માટે એક થતો રહેવો જોઈએ. મહાત્મા ગાંધીના 'ભારત છોડો' નાદ એ મહામંત્ર બનીને રાષ્ટ્ર માટે સિદ્ધ થયો, જે સત્યના ગર્ભમાંથી નીકળેલ શબ્દ મંત્ર હતો. શ્રી માનદાદાના સ્મરણ સાથે કહ્યું કે દેશને 'તેજ' અને 'ભેજ' બંને જરૂરી છે.
આ કાર્યક્રમ પ્રારંભે સંસ્થાના વડા શ્રી નાનકભાઈ ભટ્ટે શિશુ વિહાર દ્વારા થતી પ્રવૃત્તિ અને આજના સન્માન સાથેની વિગતો આપી અને શ્રી મોરારિબાપુ દ્વારા આ સંસ્થાને કાયમી મળી રહેલી હૂંફ પ્રત્યે ભાવ જણાવ્યો.
સન્માનિત પ્રતિભા મહાનુભાવો દ્વારા પોતાના પ્રતિભાવોમાં પ્રાસંગિક ઉદ્બોધન સાથે સંસ્થાના આ ઉપક્રમ પ્રત્યે લાગણી વ્યક્ત કરી.
કાર્યક્રમ પ્રારંભે સંસ્થા પરિવારના શ્રી રાજેન્દ્ર ભાઈ દવે તથા શ્રી ઈંદાબેન ભટ્ટ દ્વારા શ્રી મોરારિબાપુનું અભિવાદન કરાયું. અહી 'શુભેચ્છકો લખે છે' પુસ્તક વિમોચન કરવામાં આવ્યું.
પ્રારંભે ભક્તિરચના શ્રી સ્વાતિબેન પાઠક સાથે સંગીતમાં શ્રી કલાપીભાઈ પાઠક તથા શ્રી વિશાલભાઈ ડોડિયા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી.
આ કાર્યક્રમમાં શ્રી રસિકભાઈ હેમાણી બાળ પુસ્તક વિતરણમાં નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી શિશિરભાઈ ત્રિવેદી જોડાયા. અહી બાળ પ્રવૃત્તિ કરી રહેલ શ્રી પ્રીતિબેન ભટ્ટ અને શ્રી રાજુભાઈ મકવાણાનું અભિવાદન થયું.
શિશુવિહાર અંતર્ગત ૨૨૭૧મી બુધસભાના સંચાલક શ્રી વર્ષાબેન જાનીનું અભિવાદન યોજાયું.
રોટરી રાઉન્ડ ટાઉન દ્વારા સીવણ તાલીમાર્થી સહાયમાં શ્રી મહર્ષિભાઈ ઓઝા રહ્યા.
શ્રી છાયાબેન પારેખના સંચાલન સાથે આ કાર્યક્રમની આભાર વિધિ સંસ્થાના વડા શ્રી રાજેન્દ્રભાઈ દવેએ કરી. અહી શ્રી જયંતભાઈ વનાણી જોડાયા હતા.
આ સન્માન કાર્યક્રમમાં અગ્રણી મહાનુભાવો શ્રી રાજેન્દ્રસિંહ રાણા, શ્રી રમણીકભાઈ પંડ્યા, શ્રી નલીનભાઈ પંડિત, શ્રી અરુણભાઈ દવે, શ્રી સુભાષભાઈ ભટ્ટ સહિત અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિતિ રહ્યા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.