હાથાવાડા ગામમાં પંખીઓ માટે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ
*હાથાવાડા ગામમાં પંખીઓ માટે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ...*
સરવરી યુવા સંગઠન અને એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી ગગુશા જુનેજા દ્વારા હાથાવાડા ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પંખીઓ માટે જીવદયા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. તેમણે ગામના અલગ-અલગ વિસ્તારોમાં 50 પક્ષીપરબના કુંડ જાતે બાંધી અને પંખીઓને પાણી પીવાની સગવડતા કરી. આ કુંડ એવી જગ્યાએ બાંધવામાં આવ્યા છે કે જ્યાં પંખીઓ સરળતાથી પહોંચીને પાણી પી શકે.
ઉનાળાની ગરમીમાં ઘણીવાર પાણીની તરસથી અનેક પંખીઓ જીવન ગુમાવી બેસે છે. આવા સંજોગોમાં શ્રી ગગુશાની આ પહેલ પંખીઓ માટે જીવદયા અને સંવેદનાનું મહાન ઉદાહરણ છે. તેમના આ કાર્યથી સમાજ અને સંગઠનના યુવાનોમાં પણ જાગૃતિ આવી રહી છે અને અનેક લોકોએ આ કાર્યમાં સહકાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે...
આ પહેલ દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેનો સ્નેહ અને સેવા ભાવ ઉજાગર થયો છે. સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા પણ શ્રી ગગુશાના પ્રયાસોને ખૂબ સરાહના મળી રહી છે. તેમના આ ઉમદા કાર્યથી અન્ય ગામો માટે પણ પ્રેરણા મળી રહી છે કે તેઓ પણ પંખીઓ માટે આવા કુંડ બાંધીને પ્રકૃતિ અને જીવદયાની સેવામાં પોતાનો ફાળો આપે.
ઉલ્લેખનીય છે કે સંગઠનના અધ્યક્ષ ગગુશા દ્વારા રક્તદાન, ગરીબોને આર્થિક કટોકટીમાંથી બહાર લાવાવાના પ્રયાસો, ગરીબોને અનાજની કીટ, શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમો, દવાખાનાનું કોઇ પણ કાર્ય હોય એ તમામ કાર્યોમાં સતત પ્રયત્નશીલ રહે છે... શ્રી ગગુશાના ઉદાર હૃદય અને પર્યાવરણપ્રેમ માટે હૃદયપૂર્વક અભિનંદન અને સન્માન.
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
