રાજકોટમાં રાજ્યપાલે 10 હજાર ખેડૂતોને સંબોધ્યા, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી - At This Time

રાજકોટમાં રાજ્યપાલે 10 હજાર ખેડૂતોને સંબોધ્યા, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી


રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન ખાતે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થતિ રહ્યા હતા અને તેમણે ખેડૂત સંમેલનમાં10 હજાર ખેડૂતોને સંબોધીને પ્રાકૃતિક ખેતીનું મૂલ્ય સમજાવ્યું હતું.

આ અંગે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને જરૂરિયાત સમજાવતા કહ્યું હતું કે, એક સમયે અનાજની જરૂરિયાતને પહોંચી વળવા હરિત ક્રાંતિની જરૂરિયાત હતી, પરંતુ રાસાયણિક ખાતરના વપરાશના કારણે પર્યાવરણ જળ-વાયુ અને માનવ શરીરને નુકસાન સહન કરવું પડ્યું છે. કેન્સર સહિતના રોગોમાં અપ્રમાણસર વધારો જોવા મળી રહ્યો છે માટે હવે સમયની જરૂરિયાત છે કે હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે.પ્રાકૃતિક ખેતીથી કૃષિ ઉત્પાદન ઘટે છે તે વાત બિલકુલ ખોટી છે તેમ કહી રાજ્યપાલે સ્વાનુભવ જણાવ્યો હતો કે પૂર્ણ જ્ઞાન સાથે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ઉત્પાદનમાં સતત વધારો થતો રહે છે. આ ઉપરાંત જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ પણ તેમણે સમજાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.