જ્યોતિ વિદ્યાલય-રિદ્રોલના નિવૃત્ત શિક્ષકનો વિદાય-શુભેચ્છા સમારોહ યોજાયો. - At This Time

જ્યોતિ વિદ્યાલય-રિદ્રોલના નિવૃત્ત શિક્ષકનો વિદાય-શુભેચ્છા સમારોહ યોજાયો.


ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની શૈક્ષણિક સંસ્થા "જ્યોતિ વિદ્યાલય - રિદ્રોલ" ના વય નિવૃત થતા સારસ્વતશ્રી મનુભાઈ પ્રજાપતિનો વિદાય-શુભેચ્છા સમારોહ આજરોજ યોજાયો હતો. સામાજિક વિજ્ઞાાન અને ગુજરાતી જેવા વિષયોમાં નિષ્ણાત એવા મનુભાઈ પ્રજાપતિ સમાજસેવી પણ છે. શાળા પરિવાર અને ગ્રામજનો તેમજ કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ તરફથી 21 વર્ષની લાંબી મજલ કાપી વિદાય લેતાં સારસ્વતશ્રીનેસાકર-શ્રીફળ-પ્રશસ્તિપત્ર-ભેટ-સોગાદ-શાલ અર્પણ કરી શેષ જીવન દીર્ઘાયુ બને એવી હ્રદયસ્થ શુભેચ્છાઓ પાઠવી આપવામાં આવી હતી એમ એક અખબારી યાદીમાં સમાજસેવી રાકેશ પ્રજાપતિ જણાવે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.