ધંધુકા બસ સ્ટેન્ડમાં પરણીતાની નજર ચુકવી અજાણી મહિલા 5,13,000 ની ચોરી કરી નાસી છૂટી હતી
અમદાવાદ જીલ્લા ના ધંધુકા એસ.ટી ડેપોમાં 4.92 લાખના દાગીના ભરેલા પર્સની તફડંચી
પરિણીતાની નજર ચૂકવી પર્સ લઈ મહિલા ફરાર
અમદાવાદ જીલ્લા ના ધંધુકા બસ સ્ટેન્ડમાં પરણીતાની નજર ચુકવી અજાણી મહિલા 4.92 લાખના સોનાના દાગીના અને 21000 રોકડ રૂપિયા ભરેલું પર્સ લઇ ફરાર થઈ ગઈ હતી પરણીતાના પિયરમાં લગ્ન હોવાથી ધંધુકા એસ.ટી.ડેપો ખાતે પહોચતા અજાણી મહિલાએ આવીને પરણીતાની નજર ચૂકવીને પરણીતાના પર્સમાં રાખેલ દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ.5 લાખ 13 હજારનો મુદ્દામાલ લઈને નાસી છૂટી હતી સાતોદડ ગામે રહેતા રીટાબા ના મયુરસિંહ જાડેજા તા.12/2 /23 નાં રોજ પોતાના પિયર ધનાળા તા.ધોલેરા ગામે લગ્ન હોવાથી આવતા હતા તે સમયે ધંધુકા એસ.ટી. ડેપોમાં એસ.ટી બસમાં ઉતરેલ અને બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 3 પાસે બાંકડા ઉપર રીટાબા અને તેમના પતિ બેઠા હતા અને તેમની પાસે કપડા ભરેલ થેલા અને તે થેલામાં સોનાના દાગીના ભરેલું પર્સ જેમાં સોનાનો ચેન કિં.રૂ. 60,000, ગળામાં પહેરવાનું સોનાનું પેન્ડલ કિં.રૂ.12000, હાથમાં પહેરવાની સોનાની લકી કિંમત 40,000, સોનાની વીંટી 3 નંગ 3.60,000, ગાળામાં પહેરવાનો સોનાનો સેટ કિંમત રૂપિયા1,40,000, હાથમા પહેરવાના પંજા 2 નંગ રૂપિયા 1,20,000 અને માથામાં પહેરવાનો સોનાનો ટીકો, સોનાની બંધી, નાકમાં પહેરવાની નથ કિં.રૂ.60,000 અને રોક્ડ રૂ 21,000 હતા. ત્યારબાદ તેમના પતિ મયુરસિંહ સેવિંગ કરાવવા ડેપો બાર ગયા હતા તે દરમિયાન અજાણી મહિલા રીટાબેન ની બાજુમાં આવીને બેઠી હતી અને તેમની સાથે તે અજાણી મહિલા વાતો કરવા લાગી હતી ત્યારબાદ તે અજાણી મહિલાએ રીટાબેનનું ધ્યાન ચૂકવી તેમની પાસે થેલામાંથી આ દાગીના ઘરેલુ પર્સ કુલ કી.રૂ.5,13,000 ની ચોરી કરી અને નાસી છૂટી હતી આ બનાવ અંગે રીતાબા મયુરસિંહ જાડેજાએ ચોરી કરેલ અજાણી મહિલા વિરૂદ્ધ ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી. આઈ. પ્રતીકકુમાર ઝીંઝુવાડીયા ચલાવી રહ્યા છે.
રીપોર્ટર : સી કે બારડ પતંજલિ સ્ટોર
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.