ગઢડા તાલુકાના હરીપર ગામની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો - At This Time

ગઢડા તાલુકાના હરીપર ગામની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો


જિલ્લા મહિલા અને બાળ અધિકારી આઈ. આઈ. મનસુરી તેમજ ગઢડા થાણા અધિકારી પી.આઈ. પંડિતના માર્ગદર્શન હેઠળ પીબીએસસી સેન્ટર દ્વારા ગઢડાના હરીપર ખાતે પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળામાં બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગઢડા પીબીએસસી સેન્ટરના કાઉન્સેલર દ્વારા સેન્ટર પર આવતા કેસો વિશે, 100, 112 , 181 સહિતની હેલ્પલાઇન નંબર, સખી વનસ્ટોપ સેન્ટર અને ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી હતી. કાઉન્સલર રેખાબેન મજેઠીયા દ્વારા માસિક ધર્મમાં રાખવાની ચોખ્ખાઈ, સેનેટરી પેડ વિશે માહિતી આપવામાં આવી હતી. ડિસ્ટ્રીક હબ ફોર એમપાવરમેન્ટ વિમેનના ડિસ્ટ્રીક્ટ કોર્ડીનેટર દ્વારા મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ માધ્યમિક શાળાના આચાર્ય, સ્ટાફગણ અને વિદ્યાર્થિનીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમની આભારવિધિ જેન્ડર સ્પેશ્યાલિસ્ટ હરેશ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી ગઢડા સ્વામીના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.