રાજકોટ શહેર રોડ સેફ્ટી જાગૃતિ સંદેશ સાથે બાઈક રેલી યોજાઈ.
રાજકોટ શહેર તા.૧/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તેમજ RTO ના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા ના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. આ તકે પોલીસ હેડક્વાટર ખાતેથી રોડ સેફ્ટી જનજાગૃતિના બેનર્સ સાથે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પોલીસ કમિશનર સહીત મહાનુભાવોએ લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું હતું. વાહન ચાલકોમાં હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્વ સમજાવતા બેનર્સ સાથે પોલીસ તેમજ RTO ના કર્મીઓ, વાહન ડીલર્સ, ડ્રાયવીંગ સ્કૂલ સંચાલકો આ બાઈક રેલીમાં જોડાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, રોડ સેફ્ટી નિયમન સાથે વાહન અકસ્માતનું પ્રમાણ ઘટે તેમજ લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિના ઉદેશ સાથે સમગ્ર માસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. જેમાં સીટબેલ્ટ, હેલ્મેટની ઉપયોગીતા, PUC, વીમો, રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને અન્ડર એજ ડ્રાઇવિંગ, ડ્રાયવીંગ દરમ્યાન મોબાઈલ ફોન પ્રતિબંધ અંગે સેમિનાર તેમજ રોડ સેફ્ટી સંબંધિત શેરી નાટકો યોજાશે. શાળા કોલેજ કક્ષાએ માર્ગ સલામતી મેળા અને સેમિનાર યોજાશે. આ સાથે રોડ એન્જિનિયરિંગ તેમજ બ્લેક સ્પોટ પર માર્ગ અકસ્માત ઘટે તે માટે વિવિધ કામગીરી રોડ સેફટી કમિટીના માધ્યમથી હાથ ધરવામાં આવશે. આજરોજ માર્ગ સલામતી ઉજવણીના પ્રારંભે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર સજ્જનસિંહ પરમાર, ટ્રાફિક DCP પૂજા યાદવ, RYO અધિકારી કેતન ખપેડ, ACP ટ્રાફિક જે.બી.ગઢવી, જે.વી.શાહ સહીત પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.