યહ આઝાદી અધૂરી હૈ આગે લડાઈ જરૂરી હૈ દરેક આંદોલન માંથી સમાજ ને નવું નેતૃત્વ મળ્યું છે "હું જાણું છું કે સતા ને ફરિયાદ નથી ગમતી શિખર ઉપર જઈ સુતેલા ને જૂની યાદ નથી ગમતી નિજ ને અવિચળ સમજનાર મહાજનો ને પ્રજા ની જેહાદ નથી ગમતી" - At This Time

યહ આઝાદી અધૂરી હૈ આગે લડાઈ જરૂરી હૈ દરેક આંદોલન માંથી સમાજ ને નવું નેતૃત્વ મળ્યું છે “હું જાણું છું કે સતા ને ફરિયાદ નથી ગમતી શિખર ઉપર જઈ સુતેલા ને જૂની યાદ નથી ગમતી નિજ ને અવિચળ સમજનાર મહાજનો ને પ્રજા ની જેહાદ નથી ગમતી”


યહ આઝાદી અધૂરી હૈ આગે લડાઈ જરૂરી હૈ

દરેક આંદોલન માંથી સમાજ ને નવું નેતૃત્વ મળ્યું છે

"હું જાણું છું કે સતા ને ફરિયાદ નથી ગમતી શિખર ઉપર જઈ સુતેલા ને જૂની યાદ નથી ગમતી નિજ ને અવિચળ સમજનાર મહાજનો ને પ્રજા ની જેહાદ નથી ગમતી"

હક્ક ઉપલબ્ધી માટે લડવું એ દરેક માનવી નો જન્મ સિદ્ધ અને બંધારણીય અધિકાર છે અન્યાય અત્યાચાર શોષણ માંથી જન્મે છે આંદોલન નું અનર્થ આવા
દરેક આંદોલનો થી સમાજ માટે એક નવું નેતૃત્વ ઉભું થયું રહ્યું છે વંશ પરંપરાગત બુદ્ધિ ના લઠ બાપ ના બિઝનેસ ને આગળ વધારે બુદ્ધિ હોય કે ન હોય હોકો પણ ઢોકો ની યુક્તિ એ વંશવાદ વંશ પરંપરાગત ચાલતી પ્રથા રાજકારણી નો પુત્ર રાજકારણી પછી સહકારી ક્ષેત્રે પણ આજ સિસ્ટમ ચાલી રહી છે આવા અનર્થ સામે વખતો વખત ઉભા થતા આંદોલનો અસંતોષ માંથી નવી નેતાગીરી ઊભી થઈ છે નોકરી અને શિક્ષણ ક્ષેત્રે સવર્ણ નાં હકક માટે
પાટીદાર આંદોલન થી હાર્દિક પટેલ ઓબીસી માંથી અલ્પેશ ઠાકોર દલિત સમાજ માંથી જીજ્ઞેશ મેવાણી વિદ્યાર્થી આંદોલન માથી યુવરાજસિંહ ક્ષત્રિય સમાજ માંથી પદ્મિનીબા જે એન યુ માંથી કનેયા કુમાર કિસાન આંદોલનો ટીકેટ પરિવાર આવા તો અનેકો નામો લોકપાલ અન્ના હજારે નાં સાથી ઓએ ઊભી કરેલ આમ આદમી પાર્ટી નાં અનેક નેતા ઓ નકસલબરી ગામ થી નકસલવાદ ખેતી ની જમીન બચાવો માંથી ડો કળસરિયા જલ જમીન ને જંગલ બચાવો આદિવાસી ઓનાં હકક માટે લડતા ચેતર વસાવા અંધ શ્રદ્ધા સામે અનેક રેશનાલીસ્ટ વિસ્તાપિત માટે અરુવતી રાય મેધા પાટકર જે પી નવ નિર્માણ આવા તો અનેક આંદોલન માંથી એક નવું નેતૃત્વ સમાજ ને મળ્યું છે પ્રશાસનિક પજવણી એ જન્મતા અસંતોષ અન્યાય અત્યાચાર સામે બુલંદ આવાજ કરતા અસંખ્ય કર્મવિરો દ્વારા હક્ક ઉપલબ્ધી માટે અડગ રીતે ઉભા રહી લાચાર પીડિત માટે લડ્યા અને સફળ થયા છે માનવ અધિકાર નું પ્રયોજન આવી શોષણ વૃત્તિ માંથી થયું આની શરૂઆત નાની નાની જગ્યા એથી કરવી પડશે નોકરી કામ ધંધામાં જે નકશા માં શોધતા પણ ન જડે તેવી જગ્યા એથી થતા શોષણ અત્યાચાર અન્યાય સામે હક્ક અધિકાર માટે લડવું પડશે

"જો અડગ રહેવા નો નિશ્વિય ધરતી ના જાયા કરે એ પડે તો પણ એનું રક્ષણ પડછાયા કરે વિશ્વ સર્જક ના ઘાટ ઘડતર ની અવળી ક્રિયા તારું સર્જન જિંદગી ભર ઠોકરો ખાયા કરે"

ક્યાં સુધી ઠોકરો ખાયા કરવાની કેટલી લાચારી કરવાની ? જ્ઞાતિ જાતિ પ્રાંત ભાષા સંસ્કૃતિ ના ભેદ ભાગલા પાડો ને રાજ કરો દરેક રાજકીય પાર્ટી માં આજ ચલણ કોઈ ને રાષ્ટ્રપ્રેમ હોય તેવું લાગે છે ? સામાજિક સંવાદિતા તંગ જ્ઞાતિ વાદી પરિબળ હું નહિ તો મારો ભાઈ "શિયાળ તાણે સિમ ભણે કૂતરું તાણે ગામ ભણે"
શાબ્દિક હિંસા તલવાર ની ધાર થી પણ તેજ અમુક નેતા ઓ મુંગા મરે તો પણ સૌથી મોટી દેશ સેવા થશે
બહાર થી પાકટ પરિપક્વ દેખાતા નેતા બુદ્ધિ ના લઠ હોય બોલ્યા બારા તેની વાણી વર્ગવિગ્રહ નું કારણ બની દેશ ની સાર્વજનિક સંમતિ ને ખૂબ મોટું નુકસાન કરાવી જાય છે મોટા ભાગે ચૂંટાઈ ને સર્વોચ્ચ સ્થાને બેઠેલા શાસકો જે હેતુ માટે ચૂંટાઈ છે તે મૂળ હેતુ થી વિપરીત સ્વ કેન્દ્રીય બની જતા હોય છે જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું ધોવાણ પોતા ના પતન નું કારણ પોતે બનતા હોય છે પુર હોનારત કે બચાવ કામગીરી માં ઉણા ઉતરતા સમસ્યા ઉકેલવા માં નિષ્ફળ નેતા ઓનો ઠેર ઠેર નેતા ઓને તિરસ્કાર સોસાયટી માં પ્રવેશ કરવો નહીં જે મહાનુભવો ના સ્વાગત સત્કાર કરતા તેનો આવો અનાદર કેમ ? પ્રજા આટલી બધી વિમુખ થાય ત્યાં સુધી બેદરકારી ભર્યું આચરણ ? કરસનદાસ માણેક ની એક પંક્તિ
"હું જાણું છું કે સતા ને ફરિયાદ નથી ગમતી શિખર ઉપર જઈ સુતેલા ને જૂની યાદ નથી ગમતી નિજ ને અવિચળ સમજનાર મહાજનો ને પ્રજા ની જેહાદ નથી ગમતી"
સુધરી જાવ નહિતર આજ પ્રજા ના વિદ્રોહ થી જેમ અન્ય દેશ માં દેશ છોડી ભાગવું પડે તેમ ભાગવું પડશે અસંખ્ય આંદોલનો થઈ રહ્યા છે શિક્ષકો આંગણવાડી બહેનો ફિક્સ પગારદાર અતિ વૃષ્ટિ નો ભોગ બનેલા ખેડૂતો રોડ રસ્તા ઓ પ્રાથમિક સુવિધા ઓ સમાન ધોરણે બુનિયાદી સુવિધા સહિત અનેક અનેક આંદોલનો થી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી બનતું રહે છે કોઈ ને કોઈ માંગણી સાથે સતત આંદોલનો કારી સત્ય ગ્રહ છાવણી માં જેમ જેમ વધુ સમય થતો જાય તેમ મજબૂત મનોબળ સાથે વિવિધ પડતર પ્રશ્નો ને લઈ માંગ બુલંદ બનતી રહે છે અન્યથા સામે ન્યાય ની ગુહાર લગાવનાર ને સરકાર નહિ સાંભળે તો કોણ સાંભળશે ? માનવ અધિકાર વાતો અને ઉજવણી ઓતો બહુ હોશ ભેર કરાય છે પણ સામાન્ય વ્યક્તિ ઓની મહત્તા નથી ત્યાં વળી માનવ અધિકાર કેવો ? અનેક આંદોલનો થાય છે અને થતા રહેશે તેમાંથી જ
નવું નેતૃત્વ ઉભું થતું હોય છે

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.