વિરપુર પોલીસની સી ટીમ દ્વારા વિરપુરના સીનીયર સીટીઝનોને રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી…
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે વિરપુર પોલીસની સી ટીમ દ્વારા એક નવતર પહેલ હાથ ધરવામાં આવી હતી. જ્યાં પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારોમાં રહેતા સિનિયર સિટીઝન નાગરિકોના રહેણાંક મકાને જઈને મહિલા પોલીસ કર્મીઓએ તેમને રાખડી બાંધી હતી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા મળતી માહિતી અનુસાર વિરપુર પોલીસની સી ટીમ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે વિરપુર નગરમાં રહેતા એકલા રહેતા સિનીયર સિટીઝનોના રહેણાંક મકાનોમાં જઇને તેમની સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી મુલાકાત લઇ વડીલોને રાખડી બાંધી હતી અને તેમની સાથે વાતચીત કરી વૃધ્ધોનું મન હળવુ કરી, તેઓના આશીર્વાદ મેળવી અને તેઓની સારસંભાળ બાબતે ચર્ચા કરી હતી વિરપુરની બ્રાહ્મણી સોસાયટી,તીલક ચોક,દશામાની વાડી, બજાર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં રહેતા સિનીયર સીટીઝનો એમ કુલ-૧૫૦/- જેટલા વૃધ્ધોએ વિરપુર પોલીસની સી ટીમને આવકારી હતી અને પોલીસ વિભાગ દ્રારા કરવામાં આવેલ આ કામગીરીને બિરદાવી હતી. આ તકે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ કામગીરીમાં વિરપુર પોલીસ મથકની સી ટીમના C T ઈનચાર્જ આશાબેન ઠાકોર,પ્રેમીલાબેન ઠાકોર, મનીષાબેન પરમાર,સુનીતાબેન ઠાકોર,મનીષાબેન પગી સહિતના પોલીસ કર્મીઓએ રક્ષાબંધન પર્વની ઉજવણીમાં જોડાયેલા હતા....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.