વિંછીયા ગામ સમસ્ત અને અખીલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૪૭ બોટલ એકત્રીત થઈ
કાર્યક્રમમા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા,ધારેશ્વર મહાદેવ મહંત કનેયાગીરીબાપુ,પી એસ આઈ જાડેજા સાહેબ મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી પરમાર સાહેબ,પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી,વેપારી અગ્રણી બીપીનભાઈ જસાણી,અનિલભાઈ બરછા સરપચ ચતુરભાઈ રાજપરા તેમજ રક્તદાતાઓને પ્રોત્સાહીત કરવાં અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા.
પાંચાળ પ્રદેશમાં સમાજિક સમરસતાના હિમાયતી અને દરેક સમાજને ઍક સુત્રતાને તાંતણે બાંધી સમાજ સેવાને સમર્પીત લોકસેવક વિનોદ વાલાણીએ ૪૩ મી વાર રકતદાન કરી સમાજને એક પ્રેરણાદાયક સંદેશ આપ્યો.
સંત શુરા સતી શુરવીરો અને દાતારીનો અમર ઇતિહાસ ધરાવતી પાંચાળની ધન્ય ધરા એવાં વિંછીયા શહેરમાં દરજી જ્ઞાતિની વાડીમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં જીવન સાધનાના ફળ સ્વરૂપે માનવ બંધુત્વની ભાવના સાર્થક કરવા અને અનેક લોકોની બુજાતી જીંદગીને જીવતદાન આપવાં સર્વ સમાજનાં લોકો બ્લડ ડોનેટ કરવા ઉમટી પડી સામાજિક સમરસતાના દર્શન થયા હતા,અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરી ચૂકેલ માનવ વિજ્ઞાન પણ જેનો વિકલ્પ શોધી શકેલ નથી એવા માનવ રક્તનો ઍક માત્ર વિકલ્પ માનવ રક્ત જ છે,માનવ રક્તનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી,રક્તદાતાઓ દ્વારા કરવામાં આવેલ રકતદાન કોની જીંદગી બચાવવામાં નિમિત્ત બનશે તેની પણ જાણ વગર કરવામા આવેલ રકતદાન શ્રેષ્ઠદાન છે.માનવ સેવા એજ પ્રભુ સેવાની ઉક્તિને સાર્થક કરે છે રકતદાન કરવું એ બીજાની જીંદગીમાં નવચેતના સ્પર્શ કરાવવાનો સુંદર માર્ગ છે તે તેનાથી આપણામાં માનવતાની મહેક અને મહાન ભાવના જાગૃત થાય છે એ અનુભવને કોઈ શબ્દોમાં વર્ણવી શકાય નહીં આ ભાવનાની જાગૃતિ અને તેના અનુભવો માટે પણ આપણે રકતદાન કરવું જોઈએ રકતદાનના આ પ્રવાહને વહેતો રાખવામાં સહભાગી થવાથી આપણે તંદુરસ્ત અને સુખી સમાજના નિર્માણમાં પણ આપણું યોગદાન આપીએ રકતદાન કર્યા બાદ થતી આત્મસંતોષની અનુભૂતિ અનેરી જ હોય છે દિવ્ય અને ભવ્ય રાષ્ટ્ર કલ્યાણ નિર્માણમાં સહભાગી થનાર તમામ રક્તદાતાઓને બિરદાવ્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવા સુભાંગ બરછા,ધાર્મિક રાઠોડ અને પરેશ કટેશિયાએ જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.