બસ પોર્ટમાં પ્લેટફોર્મ પર કાર પાર્ક કરી દીધી - At This Time

બસ પોર્ટમાં પ્લેટફોર્મ પર કાર પાર્ક કરી દીધી


રાજકોટના બસ પોર્ટમાં ખાનગી વાહન પાર્ક કરવા માટે અલગથી જગ્યા રાખવામાં આવી છે અને ત્યાં નિયત કરેલી રકમ પણ ચૂકવવી પડે છે. બસ પોર્ટમાં જ્યાં ત્યાં વાહન પાર્ક કરી શકાતા નથી. આ માટે દંડની જોગવાઈ છે. વાહન ચાલક અંદર ન ઘૂસી જાય તે માટે સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત રખાયા હોય છે. જો કે, રાજકોટમાં બસ સ્ટેન્ડ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય સાંભળવામાં કે જોવામાં નથી આવ્યું કે, જે સ્થળે એસટી બસ મુસાફરોને લેવા માટે પ્લેટફોર્મ પર મુકાય છે ત્યાં કોઈએ વાહન પાર્ક કર્યું હોય પરંતુ એક કાર ચાલકે આવું દુસાહસ કર્યું છે ત્યારે જો અજાણતા થયું હોય તો દંડ કરવો જોઈએ અન્યથા તેની ખો ભુલાવી દેવી જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.