જિલ્લા કલેકટરશ્રી ના અધ્યક્ષસ્થાને ગેસ લિકેજની ઈમરજન્સીમાં બચાવ અને રાહતકાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ.
સાબરમતી ગેસ કંપની અને જિલ્લા ડિઝાસ્ટર ટીમ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પરીકના અધ્યક્ષસ્થાને ગેસ લિકેજની ઈમરજન્સીમાં બચાવ અને રાહતકાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ.
અરવલ્લીના મોડાસા સ્થિત સાબરમતી ગેસ કંપનીના સીએનજી પંપ સ્ટેશન ખાતે ગેસ ટેન્કમાં નેચરલ ગેસ લિકેજથી આગ લાગી : માત્ર ૧૦ મિનીટમાં ગેસ લિકેજ અને આગ પર કાબુ મેળવાયો.
ઈમરજન્સીમાં વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક રિસ્પોન્ડ કરી બચાવ અને રાહતના પગલાઓનું આબેહૂબ નિદર્શન.
અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સાબરમતી ગેસ કંપનીના CNG પંપ સ્ટેશનના LNG (નેચરલ ગેસ)મા ટેન્કરની પાઈપમાંથી ગેસ લિકેજથી આગ લાગતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કંપનીના ઈમરજન્સી સંસાધનો, નગર પાલિકા ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર વિભાગના સંયુક્ત રિસ્પોન્ડીંગ પ્રયાસોથી ફકત ૧૦ મિનીટની જહેમતના અંતે ગેસ લિકેજ અને આગ પર ત્વરિત કાબૂ મેળવાયો હતો. આ મોકડ્રીલમાં આગથી ઈજા પામેલા એક કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાસ્તવમાં આ દુર્ઘટના નહીં, પણ એક મોકડ્રીલ હતી.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સૂચનાથી અરવલ્લી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને સાબરમતી ગેસ કંપનીના સંયુક્ત ઉપક્રમે ગેસ લિકેજની ઈમરજન્સીમાં ત્વરિત પગલાઓ અને બચાવ રાહતકાર્યની દિલધડક રીતે મોકડ્રીલ યોજાઈ હતી. જેનો હેતુ ગેસ લિકેજ, આગ જેવા સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બચાવ મદદ મળી રહે તથા સંબંધિત વિભાગોમાં એક સતર્કતા જાગૃતતા જાળવવા અને જાનહાનિ થતી અટકાવવા સાથે તાત્કાલિક સારવાર પૂરી પાડીને અસરગ્રસ્ત વ્યક્તિઓના માનવ જીવનની રક્ષા કરવાનો હતો.
સવારે ૧૧.૦૦ વાગ્યે કંપનીનો ટેકનિશિયન ટેન્કર પાસે કામ કરી રહ્યા હતા, તે દરમિયાન કેન્ટરનો વાલ્વ ખૂલી જતાં ગેસ લિકેજ થયું અને અચાનક આગ પણ લાગી હતી. તે અંગેની જાણ સંબંધિત ડિઝાસ્ટર શાખાને કરતા વહીવટી તંત્રના વિવિધ વિભાગોને ઈમરજન્સી કોલ આપતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એક કર્મચારી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરતાં તેને ઈજા થઇ હતી. જેની જાણ ગેસ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા તાત્કાલિક કંપનીના ફાયરના સાધનો સાથે અન્ય કર્મીઓએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. 108ને તુરંત જાણ કરાતા એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને ઈજાગ્રસ્ત કર્મીઓને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. ઈમરજન્સી કન્ટ્રોલ ગ્રુપ દ્વારા લિકેજને રોકવાના અને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરાયા હતા. સાથોસાથ ફાયર વિભાગને જાણ કરાતા ફાયરના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટેન્કરની ચારેબાજુથી પાણીનો મારો શરૂ કરાયો હતો. આખરે લિકેજને બંધ કરવામાં સફળતા મળી હતી.
ગાંધીનગર જિલ્લાના, ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપ (DCG) દ્રારા જિલ્લામાં આવેલ વિવિધ મેજર એકસીડન્ટ હેઝાર્ડસ (MAH) વાળા જોખમી કેમીકલ કારખાનાઓમાં સંભવીત અકસ્માત/ઇર્મજન્સીના સંજોગોમાં, જિલ્લા વહીવટીતંત્ર દ્રારા તાત્કાલીક મદદ મળી રહે તેમજ તેઓમાં સતર્કતાનુ પ્રમાણ જળવાઇ રહે તે હેતુથી, આ પ્રકારના મોકડ્રીલ (રીહર્સલ) યોજાતા હોય છે.
આ મોકડ્રીલમાં ડેપ્યુટી કલેકટર ડી.વી, પ્રજાપતી , મામલતદાર શ્રીપી.સી.રાજપુત, નાયબ મામલતદારશ્રી કે બી પટેલ, જી.પી.સી.બી હિમતનગર, સહાયક માહિતી અધિકારશ્રી નિધિ જયસ્વાલ તથા ડી.પી.ઓશ્રી, ડીઝાસ્ટર શાખા તથા ઓફીસર દ્વારા આ મોક ડ્રીલ માં રહેલ એક્ષ્પર્ટ એડ્વાઈઝ આપેલ હતી. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંઘના સંકુલમાં આ કાર્યક્રમ યોજવા સહકાર આપવા બદલ વહીવટી તંત્ર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને અંતમા સરકારી/બિનસરકારી એજન્સીઓનો આભાર માની મોકડ્રીલ બાદનુ ડીબ્રીફીંગ પુરુ થયેલ જાહેર કરવામાં આવ્યું હતું.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.