કેશોદના બામણાસા ગામે પ્રાકૃતિક ખેતી શિબિર યોજાઈ
ભારત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અનેક યોજનાઓ સાથે ખેડુતોને વિવિધ સહાયો સાથે ઓછા ખર્ચે વધુ આવક સાથે ઝેર મુક્ત ખેત પેદાશોની માનવ જીવનનું આરોગ્ય સુખાકારી રહે તેવા ઉમદા હેતુથી પ્રાકૃતિક ખેતીને વધું મહત્વ આપવામાં આવી રહ્યુંછે કેશોદના બામણાસા ગામે યોજાયેલ કૃષિૠષી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અભ્યાસ વર્ગ શિબિરનું આયોજન થયું આ અભ્યાસ શિબિરનો મુળ હેતુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન નાગરિકોનું આરોગ્ય પાણી અને પર્યાવરણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખેડુતો દ્રારા કરવામાં આવે તો જ બચાવી શકાશે તેવા હેતુથી જ કૃષિઋષી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અભ્યાસ વર્ગનું આયોજન કરેલ પ્રાકૃતિક ખેતીના પાંચ પાયામાં બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આછાદન વાપ્સા મિશ્રપાક સહીતનુુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
કાર્યક્રમ શુભારંભે દિપ પ્રાગટય ગાયમાતાની પ્રતિમાને આરતી ફુલહાર કરી શિબીરનો શુભારંભ થયો હતો
કેશોદ તાલુકાના બામણાસા ગામ ખાતે આયોજિત શ્રીભીડ ભંજન મહાદેવના સાનિધ્યમાં આયોજન દરમિયાન આયોજકો દ્વારા પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં શ્રી ડી. જી. રાઠોડ સાહેબ,શ્રી લાખાણી સાહેબ, શ્રી ડૉ સાવલિયા સાહેબ તથા હેમલ ભાઈ મહેતા માસ્ટર ટ્રેનર હિરેન વિસ્તરણ અધિકારી ચાવડા સાહેબ આત્મા સ્ટાફ ગ્રામ સેવક મિત્રો દ્વારા પ્રાકૃતિક ખેતીની વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું જેનો ખેડૂતોએ લાભ લીધો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.