પાળિયાદ મહાજન પાંજરાપોળ માં સ્નેહ મિલન સમારોહ યોજાયો
પાળિયાદ મહાજન પાંજરાપોળ માં સ્નેહ મિલન સમારોહ યોજાયો
બોટાદ પાળિયાદ મહાજન પાંજરાપોળ માં સ્નેહ મિલન સમારોહ યોજાયો આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં પટાંગણ માં પાળિયાદ તથા આજુબાજુ નાં ગામોનાં જીવદયા પ્રેમી ભાઈઓ તથા બહેનો નો પાળિયાદ પ.પૂ.શ્રી વિસામણબાપુની જગ્યા નાં મહંતશ્રી 1008.મહામંડળેશ્વર પૂ. નિર્મળાબા તેમજ હડમતાળા હનુમાનજી આશ્રમ નાં મહંત પૂ.લક્ષમણદાસબાપુ ની નીશ્રા માં તેમજ પૂ.ભયલુબાપુ ની શુભેચ્છા સાથે ખુબજ ભક્તિમય માહોલ માં ઉજવાયો, સ્નેહ મિલન પ્રસંગ માં જીવદયા પ્રેમી દાતા દ્વારા અબોલ પશુઓનાં ઘાસચારા માટે દાન ની સરવાણી વહાવી દિધેલ હતી,આજના પ્રસંગ પ.પૂ.વિસામણબાપુ ની જગ્યા તરફથી ₹.1,01000/ સંસ્થાનાં ચેરમેન શ્રી ગુણવંતભાઈ ગોપાણી નાં સહયોગથી ₹.22,00,000 (બાવીસ લાખ),તેમજ અન્ય દાતાશ્રીઓ તરફથી ₹.5,04,000 નો સહયોગ મળેલ હતો,ઉપરોક્ત દાન બાદ અન્ય ગામોનાં જીવદયા પ્રેમી તરફથી ગામ સમસ્ત નાં દાન ની સહાયો ઉતરાયણ તેમજ ત્યાર બાદ દર વર્ષે મળતી રહે છે તે પ્રમાણે મળતી રહે તેવી ભાવના સહ પ્રસંગ ખુબજ સરસ સહયોગ થી પૂર્ણ કરવા માં આવેલ હતો. આજના સ્નેહ મિલન સમારોહ માં ગૌતમ પ્રસાદ ની લાભ તરધરા ગામ સમસ્ત લીધેલ હતો સમગ્ર સમારોહ ને સફળ બનાવવા માટે દરેક સેવાભાવી જીવદયા પ્રેમીઓએ સેવા અર્પણ કરેલ હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.