ગાંધીનગર સેક્ટર-૦૭ પોલીસ સ્ટેશનના બે અલગ અલગ ચોરીના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ - At This Time

ગાંધીનગર સેક્ટર-૦૭ પોલીસ સ્ટેશનના બે અલગ અલગ ચોરીના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ


ગાંધીનગર સેક્ટર-૦૭ પોલીસ સ્ટેશનના બે અલગ અલગ ચોરીના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેંદ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામા નાસતા ફરતા આરોપીઓ પકડી હાલમા ચાલતી ડ્રાઇવ અનુસંધાને કામગીરી કરવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેક્ટર પી.એમ.ચૌધરી તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ.

તા.૨૮/૦૯/૨૦૨૪ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા અમો પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા અને હિંમતનગર માળીના છાપરીયા કે.જી.એન હોટલ નજીક આવતા અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રુમાલસિંહ તથા આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ ને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ગાંધીનગર સેક્ટર-૦૭ પો.સ્ટેના ચોરીના આરોપીઓ સાહીલ ઉર્ફે દાદા તથા સાહીલ ઉર્ફે એસ.કે.જે બન્ને જણા નાસતા ફરતા છે જે બન્ને હાલ કે.જી.એન હોટલ નજીક ઉભા છે.જેમાં સાહીલ ઉર્ફે દાદાએ બદને કાળા કલરની અડધી બાયની ટી-શર્ટ તથા કમરે ગ્રે કલરનુ પેન્ટ પહેરેલ છે તથા સાહીલ ઉર્ફે એસ.કે.એ બદને બદામી કલરનો ફુલ- ભાત વાળો આખીબાયનો શર્ટ તથા કમરે વાદળી કલરનુ જીન્સપેન્ટ પહેરેલ છે. જે હકીકત આધારે સદરી બન્ને ઇસમોના નામઠામ પુછતા પોતે પોતાનુ નામ સાહીલ ઉર્ફે દાદા સ/ઓ દાઉદભાઈ ઉસ્માનમીયા શેખ ઉ.વ-૨૨ રહે,જહીરાબાદ નફીસા મસ્જીદપાસે હિમતનગર જી.સાબરકાંઠા મુળ.રહે પાલુંદ્રા તા.દહેગામ જી.ગાંધીનગર તથા સાહીલ ઉર્ફે એસ.કે. ઈમ્તીયાઝભાઇ શેખ ઉ.વ-૨૦ રહે.વિસનગર લાલ દરવાજા જૈન દેરાસર બાજુમાં વિસનગર તા.વિસનગર જી.મહેસાણાનો હોવાનું જણાવતા હોય પોકેટકોપમા સર્ચ કરતા બન્ને ઇસમો વિરુદ્ધ ગાંધીનગર સેક્ટર-૦૭ પો.સ્ટે.મા પાર્ટ એ ગુ.૨.નં.૧૧૨૧૬૦૦૮૨૪૦૩૩૧/૨૦૨૪ ઈ.પી.કો કલમ ३७८ तथा પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૮૨૪૦૫૨૯/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતાકલમ ૩૦૩(૨) મુજબના ગુન્હા નોધાયેલ હોય જેથી બન્ને ઇસમ વિરુદ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને ગાંધીનગર સેક્ટર ૦૭ પોલીસ સ્ટેશન નાઓને સોપવામા આવેલ છે. આમ બે અલગ અલગ ચોરીના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી હિંમતનગર બી ડીવીજન પોલીસ

કામગીરી કરનાર અધીકારી કર્મચારી

(૧) પી.એમ.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર

(૨) અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રૂમાલસિંહ

(૩) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ

(૪) આ.પો.કો.હરપાલસિંહ જશવંતસિંહ

(૫) અ.પો.કો હિતેષકુમાર રમણભાઇ

(૬) અ.પો.કો નિકુલસિંહ મહેન્દ્રસિંહ

(૭) આ.લો.ર કિર્તિરાજસિંહ કિરીટસિંહ

(પી.એમ.ચૌધરી) પોલીસ ઇન્સપેક્ટર I/C હિંમતનગર.બી ડીવી.પો.સ્ટે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.