જસદણ શહેર યુવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈએ પાંચ વૃક્ષ વાવી લોકોને અપીલ કરી
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા. 5 જૂન, 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હીના બુધ્ધ જયંતિ પાર્કમાં પીપળાનું વૃક્ષ વાવીને “એક પેડ મા કે નામ” અભિયાનની શરૂૂઆત કરી હતી. આ અભિયાનને આગળ વધારતા પક્ષના રાષ્ટ્રીય સ્તરથી પેજ પ્રમુખ સ્તર સુધીના તમામ કાર્યકર્તાઓએ તા.23 જૂન ડો.શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ અંતર્ગતથી સેવાકીય કાર્યક્રમો આગામી તા. 6 જુલાઈના તેમના જન્મ દિવસ સુધી ગુજરાત પ્રદેશ ભાજપની યોજના દ્વારા ’એક પેડ માં કે નામ’ અભિયાન થકી પૃથ્વી અને માનવ જાતને ગ્લોબલ વોર્મિંગ સામે સુરક્ષિત કરવા અને ભવિષ્યની પેઢીને શ્રેષ્ઠ પર્યાવરણની ભેટ આપવા માટે પર્યાવરણનું જતન અને વાવેતર એ આપણી માનવીય ફરજ છે, તે સંદેશ આપે છે. આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ દરેક વોર્ડના બુથ પર દરેક કાર્યકર્તાના માતાના નામે એક વૃક્ષ રોપવાનો કાર્યક્રમ કરે જે તે કાર્યકર્તાના માતાના નામથી વૃક્ષ ઉછેરવાનું અને વૃક્ષનું જતન કરવું એ દેશના હિતમાં ખુબ જ જરૂરી છે ત્યારે આ અભિયાનમાં જસદણના દરેક નાગરિકો ભાગ લે તેમજ જાહેર સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને એન.જી.ઓને પણ આ અભિયાનમાં જોડાવવાની અપીલ પોતે અને તેમનાં મિત્રોએ પાંચ વૃક્ષ વાવી કરી હતી અત્રે નોંધનીય છે કે વિજયભાઈના પિતા જેન્તીભાઈ રાઠોડ જસદણ નગરપાલિકાના પ્રમુખ હતાં દરમિયાન એક કાર્યક્રમમાં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જસદણ આવેલ ત્યારે તેમણે એક વડનું વૃક્ષ વાવેલ જે આજે મ્હોરી ઉઠયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.