વિકાસ સપ્તાહના અંતિમ દિવસે બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના સુંદર પરિસરમાં સમાપન કાર્યક્રમ યોજાયો
(અસરફ જાંગડ દ્વારા)
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષના પૂર્ણ થયે તા. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન બોટાદ જિલ્લામાં વિકાસ સપ્તાહની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાત રાજ્યની સાથે બોટાદ જિલ્લો પણ કદમતાલ મિલાવી રહ્યો છે, ત્યારે વિકાસ સપ્તાહના અંતિમ દિવસે બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના સુંદર પરિસરમાં સમાપન કાર્યક્રમ યોજાયો હત,રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગર અને બોટાદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લા સેવા સદનના રમણીય પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની સ્વાગત વિધિ જિલ્લા યુવા વિકાસ અધિકારી દિનેશ દિહોરા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જયપાલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સંસ્કાર ભારતી વિદ્યાલય-બરવાળા દ્વારા રાજસ્થાની લોકનૃત્યની રજૂઆત કરવામાં આવી હતી. બોટાદ નગરપાલિકા શાળા નં. 24ની વિદ્યાર્થિનીઓ દ્વારા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી તેમજ સરસ્વતી વિદ્યા મંદિર-બરવાળા દ્વારા આગવી રીતે મિશ્રરાસની રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.