ધંધુકામાં હઝરત શહીદ પીર મહેમૂદશાહ બુખારી ના ઉર્ષ ની તડામાર તૈયારી શરૂ.
ધંધુકામાં હઝરત શહીદ પીર મહેમૂદશાહ બુખારી ના ઉર્ષ ની તડામાર તૈયારી શરૂ.
ભડીયાદ પગપાળા મેદની તા.૦૬ જાન્યુઆરીએ અમદાવાદના જમાલપુરથી રવાના થશે.
ધંધુકામાં કોમી એકતાના પ્રતિક સમાન હઝરત શહીદ પીર મહેમૂદશાહ બુખારીના ઉર્ષ માટેના નિશાન તા.૦૬-૦૧-૨૦૨૫ (રજબ ચાંદ ૫) સોમવારના રોજ અમદાવાદના ખમાસા ચાર રસ્તાથી પગપાળા સંઘ (મેદની) બપોરના ૨:૩૦ કલાકે પ્રસ્થાન કરશે. આ પગપાળા સંઘ (મેદની) નુ જમાલપુર દરવાજા પાસે ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પગપાળા સંઘનુ સ્વાગત કરશે. તા.૧૦- ૦૧, બપોર ના ૧૨:૦૦ કલાકે નિશાન (ઘજા) ચઢાવવામાં આવશે ત્યારબાદ તા.૧૩-૦૧-૨૦૨૫ રોજ ઉર્ષ શરીફ મનાવવામાં આવશે.
યાત્રાળુઓ ની સગવડ સાચવવા માટે જિલ્લા કલેકટર, પોલીસ, જિલ્લા પંચાયત, પાણી પુરવઠા વિભાગ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજ તંત્ર તરફથી પદયાત્રીઓ માટે વ્યવસ્થા પુરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે રાત્રે આરામ કરવાની કમિટી તરફથી જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.