સેકટર ૨૪ મા આવેલ હરિહર મહાદેવ મંદિર મા ભવ્ય ભંડારો અને યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

સેકટર ૨૪ મા આવેલ હરિહર મહાદેવ મંદિર મા ભવ્ય ભંડારો અને યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું.


આજરોજ સેકટર ૨૪ મા આવેલ હરિહર મહાદેવ મંદિર ના મહંત રામદાસ જી ના નિર્વાણ દિવસ નિમિત્તે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું અને યજ્ઞ ની પૂર્ણાહુતિ પછી ભવ્ય ભંડારા નું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સેકટર ૨૪ વસાહત મંડળ અને બીજા આજુબાજુ ના વિસ્તાર ના ભકતો એ આ ભવ્ય ભાંડારાનો લાભ લીધો અને કુલ ૪૫૦ જેટલા ભક્તો દ્વારા પ્રસાદ લેવામાં આવ્યો.

આ પ્રસંગે સેકટર ૨૪ ના વિદ્વાન શાસ્ત્રી શ્રી હરેશભાઈ રાવલ એ જણાવ્યું કે આ ભંડારો છેલ્લા ૨૦ વર્ષ થી પણ વધારે સમયથી કરવામાં આવે છે અને સૌ ભક્તો આ પવિત્ર દિવસે ભંડારા નો અને યજ્ઞ નો લાભ લેતા આવે છે.

રિપોર્ટ : શાસ્ત્રી પુષ્પક શુક્લ


9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image