જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬માં પ્રવેશ પરીક્ષા માટે તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ સુધી અરજી
જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬માં પ્રવેશ પરીક્ષા માટે તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ સુધી અરજી કરી શકાશે
***
વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ ૬ માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા- માટે તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ સુધી ઓનલાઈન અરજીઓ કરી શકાશે.
જે અંતર્ગત સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાની વિરપુર જવાહર નવોદય વિદ્યાલય ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ધોરણ ૬ માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તા. ૨૯ એપ્રિલ ૨૦૨૩ના રોજ યોજાશે.
ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩માં સાબરકાંઠા જીલ્લાની કોઈપણ સરકારી/સરકારમાન્ય શાળામાંથી ધોરણ ૫નો અભ્યાસ કરતા હોય, સરકારી/સરકારમાન્ય શાળામાંથી ધોરણ-૩ અને ૪ માં પુરા સત્રનો અભ્યાસ કરેલો હોય અને પાસ કરેલ હોય તથા તા. ૦૧ મે ૨૦૧૧ અને ૩૦ એપ્રિલ ૨૦૧૩ (બન્ને દિવસો સમાવિષ્ટ) વચ્ચે જ જન્મેલા હોય તેવા ઉમેદવારો આ પ્રવેશ પરીક્ષા આપી શકશે.
આ પ્રવેશ પરીક્ષા આપવા માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ https://navodaya.gov.in પર વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ચાલુ થઇ ગયેલ છે, અને આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ છે. અન્ય કોઈ માહિતી/માર્ગદર્શન માટે આ વિદ્યાલયનો સંપર્ક કરવા જવાહર નવોદય વિદ્યાલય ઇડર વિરપુરના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.