ગરબાડા તાલુકા પંચાયત ખાતે મહત્વકાંક્ષી તાલુકો ગરબાડા સંકલ્પ સપ્તાહ અંતર્ગત કૃષિ મેળો યોજાયો.
નીતિ આયોગ દ્વારા અલ્પ વિકસિત તાલુકા ના વિકાસ હેતુ થી એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ શરૂ કરેલ છે.જે અંતર્ગત દાહોદ જિલ્લા નો ગરબાડા તાલુકો એસ્પીરેશનલ બ્લોક તરીકે પસંદ કરેલ છે. ખેતીવાડી શાખા ગરબાડા દ્વારા તારીખ ૦૬.૧૦.૨૦૨૩ ના રોજ કૃષિ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો ને કૃષિ વિષયક માર્ગદર્શન આપવા મા આવ્યું તથા ખેતીવાડી શાખા દ્વારા લાભાર્થી ખેડૂતોને મંજૂરી પત્રો વિતરણ તથા એસેટ વિતરણ કરાયા હતા. તેમજ ખેતીવાડી માં ઉપયોગી વિવિધ સ્ટોલ પણ કાર્યક્રમમાં પ્રદર્શન કરાયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર, દાહોદ જિલ્લા કલેકટર હર્ષિત ગોસવી,તાલુકા સભ્યો,તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ તેમજ લાભાર્થીઓ તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.