સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીકનુ કિ.રૂ.૫૦,૦૦૦/- નુ ગુમ થયેલ લેપટોપ તથા તથા કિંમતી સામાન ભરેલ બેગ નેત્રમ CCTV ઇણાજની મદદથી પરત અપાવતી પ્ર.પાટણ સર્વેલન્સ સ્કોડ
સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીકનુ કિ.રૂ.૫૦,૦૦૦/- નુ ગુમ થયેલ લેપટોપ તથા તથા કિંમતી સામાન ભરેલ બેગ નેત્રમ CCTV ઇણાજની મદદથી પરત અપાવતી પ્ર.પાટણ સર્વેલન્સ સ્કોડ
નાયબ પોલીસ મહાનિરીક્ષક .નિલેષ જાંજડિયા જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા ઇ.ચા. નાયબ પોલીસ અધીક્ષક બી.એસ.વ્યાસ વેરાવળ વિભાગ વેરાવળ નાઓના માર્ગદર્શન મુજબ નવરાત્રી તહેવાર સબબ પ્ર.પાટણ પો.ઇન્સ.શ્રી વી.એ.ચારણ તથા પ્ર.પાટણ સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. એમ.કે.મોવલીયા તથા એચ.આર.ઝાલા તથા પો.કોન્સ. કૈલાસસિંહ જેસાભાઇ તથા વિપુલભાઇ અમૃતભાઇ તથા પિયુષભાઇ કાનાભાઇ તથા કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા સુનીલભાઇ વિ.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીક બબલુ બાબુરામ સેની રહે.રામપુર સીટી રાજય.ઉતરપ્રદેશ વાળા પો.સ્ટે. આવેલ કે તેઓ તેના પરીવાર સાથે સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ હોય અને રીક્ષામા તેઓનુ લેપટોપ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા કિંમતી સામાન ભરેલ બેગ જે રીક્ષામા ભુલથી રહી ગયેલ છે તેઓ પાસે રીક્ષા ચાલક ની ઓળખાન નથી વિ.હકીકત જણાવતા તુરંત જ ઉપરોકત મુજબનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇ અલગ અલગ ટીમ બનાવી નેત્રમ CCTV ઇણાજ ટીમના પી.એસ.આઇ બી.ડી.માવદીયા તથા અન્ય સ્ટાફની મદદથી તથા હ્યુમન સોર્સીસના આઘારે રીક્ષા ચાલક એજાજ હનીફભાઇ બાગજી રહેવેરાવળ વાળાને રીક્ષા જેના રજી.નં. GJ-07-YY-2097 વાળી સાથે શોધી કાઢી રીક્ષામાં તપાસ કરતા આ કામના અરજદારનું લેપટોપ તથા બેગ મળી આવેલ જે અરજદારશ્રી ને સોપી આપી પ્રસંશનીય કામગીરી કરેલ છે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે ખરા અર્થમાં સાર્થક કરતી પ્ર.પાટણ પોલીસનો અરજદારએ આભાર માન્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.