સીમરમાં પરિણીતાએ ભુલથી ઝેરી દવા પી લેતા સારવારમાં
પોરબંદરના સીમર ગામની કંટોલીયાસીમમાં રહેતી પરણીતાએ ભુલથી ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલે લવાયા બાદ સ્થિતિ સાધારણ છે.
પોરબંદરના સીમરની કંટોલીયા સીમમાં રહેતા લીલુબેન પોપટ ઓડેદરા ઉ.વ. ૨૬એ બગવદર પોલીસમથકમાં એવુ જાણવા જોગ જાહેર કર્યું છે કે તેમને માથું દુઃખતું હતું. તેથી માથાના દુઃખાવાની દવાના બદલે ભૂલથી ઘરમાં પડેલી મગફળીમાં મૂકવાની ઝેરી દવા પી લેતા ઉલ્ટી ઉબકા થવા લાગ્યા હતા. આથી તેમને તાત્કાલિક હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા ત્યારે આગળની તપાસ બગવદર પોલીસ ચલાવી રહી છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.